માસ સીએલ પર ઉતરેલા ૧૩૩૩૪ શિક્ષકોને નોટીસો ફટકારાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવા સહીતની માંગોને લઈ આંદોલન પર ઉતરતા સરકાર દ્રારા શિક્ષકોની કેટલીક માંગો સ્વીકારવામાં આવી હતી. તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ૧૩૩૩૪ પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર ઉતરી ફરજ થી અળગા રહેતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામા આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ જૂની પેન્શન યોજના, બઢતી, વેતન વધારો, ઉચ્ચતર પગાર ધોરણ સહિતની માંગોને લઈ આંદોલન નો માર્ગ અપનાવ્યો છે. જેમા પ્રાથમીક શિક્ષકોએ પણ સુર પુરાવતા રાજ્ય સરકાર દ્રારા પ્રાથમિક શિક્ષકોની કેટલીક માંગોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષકોએ સરકાર ની જાહેરાતને લોલી પોપ ગણાવી ગત તા.૧૭ સપ્ટેબરના રોજ જિલ્લાના ૧૩૩૩૪ પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર ઉતરી સામુહિક રીતે ફરજ થી અળગા રહેતા જિલ્લા શિક્ષણાધિકારીએ માસ એલ પર ઉતરનારા શિક્ષકોને કારણદર્શક નોટીસ ફટકારી તેમને શિક્ષા કેમ ન કરવી તે અંગે પાંચ દિવસમા લેખિતમાં ખુલાસો માંગવામાં આવતા પ્રાથમિક શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક વિભાગ માં ૧૫૨૦૮ શિક્ષકો આવેલ છે. જેમાં ૧૩૩૩૪ શિક્ષકો પડતર માંગો મામલે ૧૭ સપ્ટેબરના રોજ માસ સીએલ મૂકી ફરજથી અળગા રહ્યા હતા. જ્યારે ૧૮૩૪ વિદ્યા સહાયકો ફરજ પર હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.