અમીરગઢ બનાસ નદી પર આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેક ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવર ફ્લો
ઉપરવાસમાં ભારે વરસાદના લઈ બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નિર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા અમીરગઢ ખાતે આવેલ ચેકડેમ નદીના પાણીના કારણે ઓવરફ્લો થયુ હતું. જોકે હવે બનાસકાંઠા ના દાંતીવાડા ડેમમાં બનાસ નું પાણી પહોંચશે અને ડેમમાં પાણીની આવક શરૂ થશે જેને ક્યાંક ખેડૂતો હરખાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં હજુ નહિવત વરસાદ હોવાના કારણે જિલ્લાના તમામ જળાશયો ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યા છે જોકે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નિરવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જેમાં અમીરગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઓવર ફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ જો છલોછલ ભરાય તો બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓના ખેડૂતોને આવનાર સીઝન ખેતીની કરી શકશે.