બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ તેના અહેવાલો મળી રહ્યા છે.
ખેડૂતો દ્વારા ખરીફ સીઝનની કાપણી કરી રહ્યા છે તેવા સમયે હવામાનમાં આવેલા પલટાને લઈને ખેતીના પાકોને વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. ચાલુ ખરીફ સીઝનમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયેલ છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા સહિત અન્ય પાકો લઇ રહ્યા છે. તેવા ટાંકણે કમોસમી વરસાદ ખેડૂતો માટે આપફ ના ઓળા રૂપી સાબિત થયો છે સોમવારના દિવસે પણ જિલ્લાના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવા પામ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો ખરીફ સીઝનના ખેતીના પાકો પર મોટી આશા સેવી રહ્યા હતા પરંતુ કુદરત રૂઠી હોય તેમ કોરોનાની મહામારી વચ્ચે કમોસમી વરસાદ ખેતીના પાકોને મોટું નુકસાન કયું છે ત્યારે હવે ખેડૂતો પણ મેઘરાજાના ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.