કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક નવ લોકો ભોગ બન્યા
કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા શ્વાનનો આતંક બેફામ રીતે વધી ગયો હોવા છતાં પાલીકા તંત્ર મૌન બની તમાશો જોઈ રહ્યું છે. રખડતા આખલા ગાયોને શાકભાજીની લારીઓ પાથરણા વાળા સડેલાં શાકભાજી નાખતા હોવાના કારણે આ અબોલ પશુઓ વાહન ચાલકો અબાલ વૃધ્ધને હડફેટે લેતાં રોજ બરોજ ઘાયલ થઈ હોસ્પિટલ કે ખાનગી દવાખાનામાં સારવાર લઇ રિબાઈ રહયા છે ત્યારે ગત રવિવારના સાંજના સુમારે બસ સ્ટેન્ડ બાજુમાં ઉગમણા વાસ નાના જામપર તાણા રોડ ઉપર એક હડકાયા શ્વાનએ ભારે આતંક મચાવતા લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. આ હડકાયા શ્વાન એ નવ જણને બચકા ભર્યા.
થરા નગર તંત્રની નિષ્ક્રિયતાને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતા આખલા ગાયોના ઝુંડ શ્વાન ભૂંડ ઉપરાંત આડેધડ દબાણોના ખડકલા વચ્ચે ગરનાળામાં કહેવાતા જીવદયા પ્રેમીઓ લીલોઘાસચારો કે સડેલાં શાકભાજી નાખતા હોવાના કારણે અબોલ પશુઓની સંખ્યા વધી છે પાલિકા તંત્ર કે પોલીસ આવા લોકોને કેમ આટકાવતી નથી તે બાબતે તંત્ર કંઈ ચોખવટ કરશે ? થરાનગરનો વિકાસ કયાં નેતાઓ જવાબ આપશે?