
ડીસા ડેપો દ્વારા પાલનપુરથી ભુજની નવી બે બસ ફાળવાઈ
ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિકાસશીલ સરકાર સદાય જનસેવાની ભાવનાને વરેલી છે. તેમજ આગામી દિવાળીના દિવસોમાં જનતાને સસ્તી અને સારી મુસાફરી પુરી પાડવાનો સરકારનો વાયદો પુરો કરતા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી દ્વારા પાલનપુર વિભાગમાં પણ નવિન સ્લીપર બસોની ફાળવણી કરવામા આવેલ છે.
જેમાં ડીસા ડેપો સંચાલિત પાલનપુર-ભુજ રૂટમાં બે નવિન બસો ફાળવતા આજરોજ નવિન બસનુ ડીસા ડેપો મેનેજરના હાથે શ્રીફળ વઘેરીને પાલનપુર-ભુજ રૂટમાં જનતાને સારી સુવિઘાનો લાભ મળે તે માટે મુસાફરોને આ બસનો લાભ લેવા જણાવ્યુ હતું. સદર નવિન બસ પાલનપુરથી સાંજે ૭ કલાકે ઉપડી સવારે ૪ કલાકે ભુજ ખાતે પહોચશે. તેમજ બીજા દિવસે ભુજથી ૭ કલાકે ઉપડી પાલનપુર ૪ કલાકે પહોચશે. આમ બે નવીન બસો ચાલુ કરવામાં આવતા મુસાફરોમાં આનંદ છવાયો છે.