2 ઓગસ્ટથી ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે નવી ટ્રેનની શરૂઆત દિયોદર ની બાદબાકી
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને સુવિધા વધારવા માટે ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન નંબર 20983/20984 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ દ્વિ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 2 ઓગસ્ટ 2024 થી શરૂ કરવામાં આવી રહી છે.
જેમાં ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2024 થી દરેક મંગળવાર અને શુક્રવારે ભુજથી 17:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 12:20 કલાકે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ઓગસ્ટ 2024 થી દરેક બુધવાર અને શનિવારે દિલ્લી સરાય રોહિલ્લાથી 15:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 11:30 કલાકે ભુજ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે.
ટ્રેન નંબર 20983 નું બુકિંગ 25 જુલાઈ, 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેન ને બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પછી સૌથી વધુ આવક અને પેસેન્જરો ની અવરજવર ધરાવતા તાલુકા મથક દિયોદર ની બાદબાકી કરવામાં આવી છે. જેથી આ પંથકના પ્રજાજનો માં રોષ ની લાગણી વ્યાપી છે.
રેલવે માં સૌથી વધુ અવરજવર ધરાવતા પાલનપુર અને દિયોદર ની જેમ આ વખતની બનાસકાંઠા સંસદીય મતવિસ્તાર ની ચુંટણી માં વિજેતા થયેલા ગેનીબેન ઠાકોર ને સૌથી વધુ લીડ પાલનપુર મતવિસ્તાર અને બીજા નંબરે દિયોદર મતવિસ્તાર હતો. આમ પાલનપુર તો જીલ્લા મથક સેન્ટર માં છે તેના ઉપર તો કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિ ફરક પાડી શકે તેમ નથી. ત્યારે દિયોદર સેન્ટર નો ભોગ લેવાઈ રહ્યો હોવાનું પ્રજાજનો મહેસુસ કરી રહ્યા છે. હવે દિયોદર વિધાનસભા વિસ્તારના પ્રજાના હામી કહેવાતા આગેવાનો સરકાર માં કેટલું વજન પાડી આ પંથકને થયેલ અન્યાય સામે ટક્કર લઈ શકે છે. તે જોવાનું રહ્યું.