બ્રહ્માકુમારીઝમાં નવી આધ્યાત્મિકઉર્જાથી દેશ સેવાની ભાવનાની પ્રેરણા મળે છે : મોદી
આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્યાલય આબુ શાંતિવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ બટન દબાવી ૫૦ એકરમાં બન નારી ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ ઓફ સાઇન્સેજનું શિલાન્યાસ કર્યું તથા દેશ વિદેશ થી આવેલા હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનો તથા મહાનુ ભાવોનુ સંબોધન કર્યું. પોતાના સંબંધનમા મોદીએ જણાવેલ કે હું જ્યારે પણ સંસ્થાનમાં આવું છું મને એક આધ્યાત્મિક અનુભૂતિ ઉર્જા સેવાના ભાવના ની પ્રેરણા બળ મળે છે. હું માનું છું કે બ્રહ્માકુમારીઝ માત્ર એક આધ્યાત્મિક સંસ્થા સાથે સમાજમાં નૈતિક મૂલ્યોને સ્થાપનાનુ કાર્ય કરે છે અને વિજ્ઞાન સ્વાસ્થ્ય અને સામાજિક સેવામાં સદા સંપૂર્ણ સમર્પિત છે તેને આગળ જણાવેલ કે ગુજરાત ભુજના ભૂકંપ વખતે બહેનોના નિષ્ઠાપૂર્વક સેવા કાર્યોનો હું સાક્ષી રહ્યો છું પરમાત્માનમની દાદીજીના આશીર્વાદથી મેં દેશ માટે જે બહેનો પાસે સેવાની અપેક્ષા કરી તેના પ્રયાસોથી ઉમ્મીદો થી વધુ કરીને બતાવ્યું છે એક સંસ્થા કઈ રીતે એક આંદોલન ઊભું કરીએ સેવા કરી શકે તે બ્રહ્માકુમારીઝ બહેનોએ કરી બતાવ્યું છે તેથી બ્રહ્માકુમારી ભાઈ બહેનો સર્વ માટે પ્રેરણના પુંજ છે સંસ્થાના સેવા કાર્યોને આગળ વધવાના મુદ્દે મોદીએ આગળ જણાવેલ કે રાષ્ટ્ર નિર્માણ વિષય ના કાર્ય નો સર્વ ભવતુ સુખાય સેવા જળ એજ જીવન વ્યસન મુક્તિ ભારત જેવા કાર્યમાં બ્રહ્માકુમારીઝ ની સદા મદદ મળતી રહે છે.