
ખોડા ચેકપોસ્ટ ઉપરથી દારૂ ધૂસાડવાના નવા કિમીયાનો પર્દાફાશ
થરાદ પોલીસે રાજસ્થાનના સરહદની ખોડા ચેકપોસ્ટેથી વિદેશી દારૂની ૨૮૦ પેટી ભરીને ટ્રકની ટ્રોલીમાં બીજી એક લોખંડની પેટી બનાવી તેને વેલ્ડીંગ કરીને તેમાં સંતાડીને લઈ જવાતો જથ્થો તેમજ હેરીફેરી કરતા ચાલક અને દારૂ ભરાવનાર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.દેસાઈના માર્ગદર્શન મુજબ રાજસ્થાન બોર્ડર પર આવેલી ખોડા ચેકપોસ્ટના પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ વખતે રાત્રિના સુમારે આરજે ૧૪ જીડી ૧૨૯૪ નંબરની ટ્રક આવતાં તેને ઉભી રખાવી હતી. અને તેમાં તપાસ કરતા તેમાં લોખંડના સ્ક્રેપ ભરેલો જણાઈ આવ્યો હતો. ટ્રકની ટ્રોલીમાં પોલીસે સ્ક્રેપ હટાવીને જોતા તેમાં શંકાસ્પદ લોખંડની પેટીમાં બનાવેલી જણાઈ આવી હતી. જેના પર વેલ્ડીંગ કરેલું હતું. આથી પોલીસે શંકા જતાં ચાલકને પુછતાં તેણે દારૂની પેટી ભરેલ હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેની અટકાયત કરી ટ્રકનું વેલ્ડીંગ ખોલાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૨૮૦ પેટીમાંથી ૩૩૬૦ બોટલ કિંમત ૯,૭૧,૦૪૦ મળી આવી હતી. પોલીસે ૧૦ લાખની ટ્રક તથા ૫,૦૦૦ નો મોબાઈલ મળીને કુલ ૧૯,૭૬,૦૪૦ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક કુલદીપ મહાવીર જાટ (સારણ) રહે. ખેતાવાલી ઢાણી,૯૯ ઇડ્ઢ ૧૫ દ્ભઉડ્ઢ તા.રાઉતસર જી.હનુમાનગઢ (રાજસ્થાન)ની અટકાયત કરી હતી. તેમજ પુછપરછ કરતાં આ જથ્થો ભુપેન્દ્ર રહે.૧૮ તા.રાવતસર જી.હનુમાનગઢનાઓએ ખનોરી પંજાબથી ભરાવીને આપેલ હતો. અને પોતે આગળ અર્ટિકા કારમાં ગાંધીધામ ગાંધીધામ જવા નીકળ્યો હતો. અને ત્યાં પહોંચીને તેને ફોન કરીને તેના કહેવા પ્રમાણે ત્યાં ખાલી કરવાનો હતો.