બનાસકાંઠા જીલ્લામાં રામદેવપીર ના મંદિરોમાં નેજા ચડ્યા : વિવિધ સ્થળોએ ડીજે ની સાથે શોભાયાત્રા નીકળી
વિવિધ સ્થળોએ ડીજે ની સાથે શોભાયાત્રા નીકળી ભક્તો ઝુમી ઉઠતા ધાર્મિક માહોલ સર્જાયો
રામદેવપીર ના ભક્તો દ્વારા નવ સુધી પુજા અર્ચના કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા રામદેવપીર ના મંદિરો માં ભાદરવા સુદ નોમ ને લઇ નેજા ચડાવવામાં આવ્યા હતા જેને લઇ સમગ્ર જિલ્લામાં ધાર્મિક માહોલ સર્જાયો હતો.
ગુજરાત સહિત રાજસ્થાન માં રામદેવપીર નો વિશેષ મહિમા રહેલો છે જેને લઇ ભાદરવા સુદ એકમ થી નોમ સુધી રામદેવપીરની નવરાત્રી ગણવામાં આવે છે જે દરમિયાન ભક્તો દ્વારા નવ સુધી ઉપવાસ રાખે છે અને રામાધણી ની ભક્તિ કરે છે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન ને અડીને આવેલ હોવાથી રામદેવપીર નો ખુબ જ મહિમા રહેલો છે જેથી ભાદરવા માસ ના પંદર દિવસ સુધી મંદિરો માં ધાર્મિક માહોલ સર્જાય છે ઠેર-ઠેર અલખધણી નો જયજય કાર થાય છે ત્યારે ભાદરવા સુદ નોમ ને લઇ રામદેવપીર ના મંદિરો માં લીલા પીળા નેજા ચડાવવા આવ્યા હતા જેમાં ડીસા તાલુકાના વડાવલ ખેટવા રાણપુર આખોલ સહિત ના અનેક ગામોમાં રંગેચંગે નેજા ચડાવવા માં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લાના અન્ય ગામોમાં પણ રામદેવપીરના નેજા ચડતા ધાર્મિક માહોલ સર્જાયો હતો.
ભાદરવા સુદ અગિયારસ નુ પણ વિશેષ મહત્વ રહેલું છે: રાજસ્થાન ના રણુંજા માં દરવર્ષે ભાદરવા માસમાં મોટો મેળો ભરાય છે શ્રાવમ સુદ પુનમ ની ભાદરવા સુદ અગિયારસ સુધી અસંખ્ય લોકો રામદેવપીર ના દર્શન કરતા હોય છે વિ.સં 1461 માં રામદેવપીર પોકરણ માં પ્રગટ થયા હતા અને માત્ર ચૌપ્પન વર્ષ ની ઉંમરે વિ.સં 1515 માં ભાદરવા સુદ અગિયારસ ના દિવસે રણુજા માં સમાધિ લીધી હતી જેથી આ દિવસનું રામદેવપીરના ભક્તો માટે વિશેષ મહત્વ રહેલું છે.
બનાસકાંઠા જિલ્લાના માર્ગો પરથી એનેક પદયાત્રીઓ પદયાત્રા કરી રામદેવરા પહોંચતા હોય છે: બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ અને ભાદરવા માસમાં અનેક પદયાત્રીઓ રામદેવપીર જતા જોવા મળતા હોય છે જેને લઇ જિલ્લાવાસીઓમાં રામદેવ પીર તેની શ્રદ્ધા અને આસ્થા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે.
ડીસા હાઈવે ઉપર આવેલ રામદેવપીર મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી: ભાદરવા સુદ નોમને લઈ ડીસા બસ સ્ટેન્ડ નજીક હાઈવે ઉપર આવેલ રામદેવપીર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી અને જય બાબારી ના નાથ સાથે વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું મંદિર ખાતે રામદેવપીરના નેજા આરતી અને પ્રસાદ ગ્રહણ કરી ભક્તો પણ ધન્યતા અનુભવી હતી.