શિહોરી મા હાઇવે ઓથોરિટી ની બેદરકારી : ગટરો ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પરેશાન
શિહોરી પાટણ ચાર રસ્તા નાળા પાસે ગટર લાઇન ભરાઈ જતાં ગંદકી થી ખદબદી રહ્યો છે રસ્તો રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થી પાલનપુર કંડલા નેશનલ હાઇવે પસાર થાય છે જેના કારણે શિહોરી ચાર રસ્તા ડીસા.પાટણ.થરા દીઓદર.એમ ચાર રસ્તા પડે છે અને આ શિહોરી મા નેશનલ હાઇવે હોવા થી ઓવર બ્રિજ બનાવેલ છે અને શિહોરી મા ઓવર બ્રિજ બનતા બન્ને સાઇડે ગટર લાઈન નીકળવામાં આવેલ છે અને રોડ ની બન્ને બાજુ રહેણાંક સોસાયટી ઓ આવેલ છે. અને ઓવર બ્રિજ ની બન્ને સાઇડે દુકાનો આવેલ છે પણ આ હાઇવે ઓથોરિટી દ્વારા ક્યારેય ગગટરો ની સફાઈ કરાવી નથી જેના કારણે ચોમાસા મા ગટરો ભરાઈ જવાના કારણે ગટર ના પાણી સોસાયટી ઓ મા અને સર્વિસ રોડ પર આવી જતા હોય છે તેમ આજે વરસાદના કારણે ગટરો ની ગંદકી વાળું પાણી શિહોરી પાટણ રોડ ના નાળા મા આવી ગયું હતું અને ગટર ની દુર્ગંધ થી રહેદારી ઓ અને સોસાયટી ઓ ના રહીશો કંટાળી ગયા છે પંરંતુ હાઇવે ઓથોરિટી વાળા માત્ર ટોલ ઉઘરાવવા મા પાડ્યા છે.
પાણી ભરવાના કારણે બાઈક કે કાર જેવા કે રીક્ષા ખાડા મા પડતા પાલટી ઓ ખાઈ જવાય છે. પરંતુ હાઇવે ઓથોરિટી ખાડા પુરવા નું કામ કરતી નથી. જેથી વાહન ચાલકો અને રહેદારી ઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ શિહોરી ઓવરબ્રિજ ની બન્ને સાઈડ ની ગટર અને નાળા મા રહેલ ખાડા વિસે સંકલન સમિતિ ની બેઠક મા પણ ઘણી વખત ચર્ચા ઓ કરવામાં આવી લોકો એ ફરિયાદ કરી પણ હાઇવે ઓથોરિટી કોઈ ધ્યાન પર લેતી નથી જેના કારણે સ્થાનિક અને ગામડાઓ માંથી આવતા લોકો પરેશાન થઇ ગયા છે ત્યારે બનાસકાંઠા કલેકટર દ્વાર હાઇવે ઓથોરિટી ને સબક સીખવાડશે તેવું લોક નું માનવું છે.