
જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી
જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર છેલ્લા દસ વર્ષથી પાલનપુર શહેરમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરે છે. તેના ભાગરૂપે આજે આકાંક્ષા પુનર્વસન કેન્દ્ર, દિવ્યાંગ સેન્ટર લક્ષ્મીપુરા ખાતે દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રિની સેવામય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ નવદુર્ગા સ્વરૂપ દિવ્યાંગ નવ દીકરીઓનું ગ્રુપના મિત્રો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી અંબાજી માતાની આરતી ઉતારવા માં આવી હતી. ત્યારબાદ દિવ્યાંગ બાળકો માટે ગરબાનો સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દરેક બાળકને પ્રસાદી આપવામાં આવી હતી. દરેક બાળકને નોટબુક, પેન્સિલ ,રબર સંચો ,કલર બોક્સ, સુલેખન બુક, ડ્રોઈંગ બુક એજ્યુકેશનલ કીટ આપવામાં આવી તથા તેમને નાસ્તો આપવામાં આવ્યો હતો.
જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રી ની સેવાકીય ઉજવણી કરીને સર્વે મિત્રોએ આનંદ ની લાગણી અનુભવી હતી. આજના કાર્યક્રમમાં દિવ્યાંગ સેન્ટરના વનરાજભાઈ, કરુણાબેન, તથા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુરના અહેમદભાઈ હાડા, જયેશભાઈ સોની, રાજુભાઈ પરમાર, અશોકભાઈ પઢીયાર, હસમુખભાઈ ચૌહાણ, તેજસભાઈ ચૌહાણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.