થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ખાબકેલા નંદીને નવજીવન ફાયર વિભાગે જહેમત બાદ બહાર કાઢ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં પસાર થતી મેઈન કેનાલ પાસે આખલો કેનાલમાં પડ્યો હોવાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર ટીમ તાત્કાલિક પહોંચી જીવના જોખમે રેસ્ક્યૂ કરી આખલાને બહાર નીકાળ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લોકોની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં અનેક વખત પશુઓ પડવાના બનાવો બનતા હોય છે. ત્યારે આજરોજ વાવ હાઇવે પર ડેરી પુલ પાસે એક આખલો કેનાલમાં પડ્યો હોવાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગૌ ભક્તોની મદદથી મહામુસીબતે જીવના જોખમે આખલાને જીવિત બહાર નીકાળ્યો હતો અને ખુલ્લા વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.