પાલનપુરના નવીનભાઈ રાવલના શરીર પર ચુંબકીય આકર્ષણ જાેવા મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર,
પાલનપુરમાં કુતુહલ જન્માવતો એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલનપુરના નવીનભાઈ રાવલના નામના વ્યક્તિ મેગ્નેટમેન બની ગયા છે. તેમના શરીર પર ચુંબકીય આકર્ષણ જાેવા મળી રહ્યું છે. લોહતત્વ વધી ગયું હોય તેમ શરીર ઉપર ચલણી સિક્કો, ચાવી, મોબાઈલ અને રિમોટ સહિતની વસ્તુઓ ચોંટી જાય છે.
પાલનપુરના આબુ હાઇવે પર નવજીવન સોસાયટીમાં રહેતા નવીન ભાઈ રાવલ સાથે અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. છેલ્લા બે દિવસથી તેમના શરીર પર લોખંડની કોઈ વસ્તુ ગાડીની ચાવી હોય, મોબાઈલ હોય કે ચલણી સિક્કા હોય તે તેમના શરીર પર ચીપકી જાય છે. જાેકે, શરૂઆતમાં નવીનભાઈ વસ્તુઓ તેમના શરીર પર ચીપકી જવા લાગી ત્યારે એક ડરનો એહસાસ થયો હતો. અને તેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તબીબ પાસે ચકાસણી કરાવવા ગયા હતા. જ્યાં તબીબે પણ પ્રેક્ટીકલ કરતા પોતાની ગાડીની ચાવી કે સિક્કા નવીનભાઈના શરીર પર ચોંટાડીને જાેયું ત્યારે ચુંબકની જેમ વસ્તુઓ નવીન ભાઈના શરીર પર ચોટતી હતી. જાેકે તબીબો કોઈ ચોક્કસ નિદાન પર પહોંચ્યા ન હતા પરંતુ શરીરમાં મેગ્નેટ પાવર વધ્યો હોવાનું તારણ વ્યક્ત કર્યું હોવાનું મેગ્નેટમેન નવીનભાઈ એમ.રાવલે જણાવ્યું હતું.
નવીનભાઈ રાવલની હાલત જાેઈ પરિવારજનો આશ્ચર્યની સાથે આંચકો પણ અનુભવી રહ્યા છે. જાેકે, તબીબોએ સીટી સ્કેન અથવા એક્સરે ન કરાવવાની સલાહ આપી હતી. ત્યારે નવીનભાઈના શરીરમાં અચાનક આવેલા બદલાવને લઈને પરિવારજનો માં પણ કુતુહલ સર્જાયુ હોવાનું તેમના લઘુબંધુ ચંદ્રકાન્ત રાવલ અને પુત્ર વિશ્વ રાવલે જણાવ્યું હતું.આમ, મેડિકલ સાયન્સ માટે કોયડારૂપ બનેલા નવીનભાઈ રાવલ હાલ તો કુતુહલનો વિષય બન્યા છે. આ ઘટનાને કોરોના રસીકરણ સાથે કોઈ લેવાદેવા ન હોવાનો સ્પષ્ટ અભિપ્રાય પાલનપુરના જાણીતા તબીબ ફિજીશિયન ડો. સુરેન્દ્ર ગુપ્તાએ આપ્યો હતો. તેઓએ મેડિકલ સાયન્સમાં આવો કોઈ રોગ ન હોઈ તબીબી
પરીક્ષણ કરાવવા પર ભાર મુક્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.