કુદરત રૂઠી ! સતત ત્રીજી વખત માવઠાની આગાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત માં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત તરફ આવી રહેલી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ને કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. જેથી બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં આગામી ૨૯ અને ૩૦ માર્ચ ના રોજ કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે.માર્ચ મહિના માં સતત ત્રીજી વખત આકાશી આફત નો ખતરો મંડરાતા જગતનો તાત પણ ચિંતા માં મુકાયો છે.
માર્ચની શરૂઆત ની શરૂઆત થી અત્યાર સુધી બે વખત માવઠા નો માર સહન કરી ચુકેલા ખેડૂતો ના માથે માર્ચના અંતમાં વધુ એક માવઠા નું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ૨૯ અને ૩૦ માર્ચ ના રોજ કમોસમી વરસાદ ની આગાહી બનાસકાંઠા જિલ્લા માટે કરી છે. જેથી ખેડૂતો માથે વધુ એક આકાશી આફત સંકટ જાેવા મળી રહ્યું છે

માર્ચ મહિના માં ખેતી ની સિઝન ના સમયે સતત કમોસમી વરસાદ થતાં ખેતી ના પાકો ને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ ની આગાહી ને લઇ ખેડૂતોનો રવિ સિઝનનો ઘઉં જીરુ સહિતના રહ્યો સહયો પાક ને પણ નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે.

ગરમી તો ગાયબ જ થઈ ગઈ !! માર્ચ મહિનાના અંતમાં પણ રાત્રે ઠંડીનો અનુભવ

સામાન્ય રીતે માર્ચ મહિનામાં ધગધતી ગરમી પડતી હોય છે પરંતુ આ વર્ષે સતત વાતાવરણમાં બદલાવને લઈ દિવસે પણ સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે રાત્રે હજુ પણ ઠંડી પડતી હોવાથી લોકો ને રજાઇ ઓઢવાની નોબત પડી રહી છે ત્યારે ડબલ રૂટ ના કારણે લોકો બીમારીમાં પણ સપડાયા છે ત્યારે વધુ એક વાર કમોસમી વરસાદની આગાહી લઈ તો એક સાથે ત્રણ ઋતુ નો પણ અનુભવ થવાની શક્યતાઓ રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.