નર્મદાની મુખ્ય કેનાલમાં : થરાદ વાવ તાલુકામાંથી બે મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં દેવપુરા પાસે એક આધેડ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ઢીમા પુલિયા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવતાં ફાયર ટીમ દ્વારા બંને મૃતદેહ બહાર નીકળી વાલીવારસોને સોંપવામાં આવ્યાં હતાં.

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખેડૂતોની જીવાદોરી સમાન છે. ત્યારે મુખ્ય કેનાલમાં લોકો અગમ્યકારણોસર ઝંપલાવી મોતને પણ વ્હાલું કરતાં હોય છે. ત્યારે આજ થરાદ વાવ તાલુકામાંથી બે મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સાથે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજરોજ વાવના દેવપુરા પાસે મુખ્ય કેનાલમાંથી એક આધેડ મહિલાએ અગમ્યકારણોસર કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી હતી. ત્યારે થરાદના ઢીમા પુલિયા પાસે એક યુવક મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ આવતાં ફાયરની બે અલગ અલગ ટીમો બનાવી બંને મૃતદેહને બહાર નીકાળ્યા હતાં અને તેમના વાલીવારસોને સોંપવામાં આવ્યા હતા. બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.