નેનાવા ચેકપોસ્ટ ઉપરથી નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ
ધાનેરા તાલુકાના નેનાવા ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે બુધવારની મોડી સાંજે ધાનેરા તરફથી સાંચોર તરફ જતા ૧૮ ટાયરવાળા ટ્રેલર ઉપર શંકા જતાં ચેકપોસ્ટ ઉપરના પોલીસના જવાનોએ ઉભુ રખાવી તપાસ કરતાં થોડી શંકા જતાં પોલિસે ગાડીની તપાસ કરતાં તેમાં ઉપર ડુંગળી અને નીચે દુર્ગંધ અલગ જાેવા મળતા પોલીસે આ ટ્રેલરને સાઇડમાં કરાવી તપાસ કરતાં તેમાં નિચે પોષડોડા ભરેલ મળી આવતા ગાડીમાં બેઠેલા બન્ને આરોપીઓને ઝડપી પાડેલ અને આ ચેકપોસ્ટના પોલીસ જવાનોએ ધાનેરા પોલીસ ઇસ્પેક્ટર એ.ટી પટેલને જાણ કરેલ અને બનાસકાંઠા જીલ્લા એસઓજી પોલીસ ઇસ્પેકટર એમ. જે. ચૌધરીને જાણ કરતાં આ બન્ને અધિકારીઓ પોતાની ટીમ સાથે નેનાવા ચેકપોસ્ટ ખાતે પહોચ્યા હતા અને એફએસએલની ટીમને પણ જાણ કરી હતી.
આ પોષડોડાનો જથ્થો રાંચીથી ટાટાનગર જમસેદપુરથી ભરવામાં આવ્યો હતો અને તે જથ્થો મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં પ્રવેશ કરીને રાજસ્થાનના સાંચોર ખાતે પહાંચવાનો હતો પરંતુ કમ નસીબે આ જથ્થો સાંચોરથી ૨૫ કી.મી. દુર ગુજરાતની બોર્ડર ઉપર ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
સરકારી પંચોની હાજરીમાં આ ટ્રેલર ખાલી કરાવતા ડુંગળીના કટ્ટા નીચેથી પોષડોડાના ૧૭૬ કટ્ટા મળેલ જેથી પોલીસ દ્વારા સ્થળ ઉપર વજન કાંટા લાવી તેનુ વજન કરતાં ૨૫૬૫.૯૯૦ કિલોગ્રામ જણાયેલ અને જેની કિમત રૂા. ૭૯,૬૭,૯૭૦, તેમજ આ બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ નંગ-૩ રુ. ૨૦,૦૦૦, ડુંગળીના કટ્ટાઓ- ૨૪૧ તેનુ વજન ૬૦૬૩ કિ.ગ્રામ કિ. ૬૦૬૬૦ તેમજ ટ્રેલરની કિ. રૂા.. ૨૦,૦૦,૦૦૦ મળી રૂા. ૧,૦૦,૫૧,૧૬૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને બન્ને આરોપીઓ પ્રેમકુમાર ભીયારામ જાટ (બેરા) રહે. બેરાકી ઢાણી, ભાંડ્ડુકલ્લા તા. લુણી જી. જાેધપુર તથા મનસુખ રૂપારામજી ધોકળરામજી વિશ્નોઇ રહે. પલી તા. ઓસિયા જી. જાેધપુર ને જેલના હવાલે કર્યા હતા ત્યારે આ પોષડોડા મંગાવનાર અને ફોન ઉપર ગાડીનું સંચાલન કરનાર જીતુભાઇર સામે પણ ફરીયાદ નોંધી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.