નાગપંચમી પર્વ વિશેષ : ડીસા તાલુકાના નાગફાણા ગામે આવેલ ગોગા મહારાજનું મંદિર શ્રદ્ધાળુ માટે શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર
મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને ચપટી વગાડતા મટી જાય છે દુખ-દર્દ,
તળાવની પાળ પર બિરાજમાન ગોગા મહારાજના અનેક ચમત્કારો લોકોએ પણ અનુભવ્યા છે.
દર મહિના ની સુદ પાંચમે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચી જતા હોય છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક સ્થળો આવેલાં છે અને પૌરાણિક હોવાની સાથે સાથે ચમત્કારિક હોવાનો પણ દાવો કરવામાં આવે છે ત્યારે આવું જ એક મંદિર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાગફણા ગામે ગોગા મહારાજ નું વર્ષો જૂનું મંદિર આવેલું છે આ ગોગા મહારાજને તે લોકોની અતુટ શ્રદ્ધા અનેઆસ્થાને લઇ દર માસની સુદ પાંચમે દૂર દૂર થી મોટી સંખ્યામા લોકો દર્શન કરવા આવે છે 250 વર્ષ પૌરાણિક અને ચમત્કારી ગોગા મહારાજનું મંદિર રહેલુ છે.આ મંદિર સાથે અનેક ઇતિહાસ પણ જોડાયેલો છે.તેમજ અનેક ચમત્કાર ગોગા મહારાજે આપ્યા હોવાની લોકમુખે વાત થઈ રહી છે. આ મંદિરે દર પાંચમે મોટો મેળો ભરાય છે અને દૂર દૂર થી મોટી સંખ્યામા લોકો દર્શન કરવા આવે છે. એવું કહેવાય છે કે આ ચમત્કારિક મંદિરે જે લોકો મનમાં ધારેલા કામ પૂર્ણ થાય છે ભુવાજી પરબતભાઈ દર પાંચમના દિવસે મંદિરની અંદર બેસતા હોય છે અને આવતા શ્રદ્ધાળુઓના દુખ દર્દ દુર કરતા હોય છે અનેક લોકોના ગોગા બાપા ના આશીર્વાદ અને ભુવાજી પરબતભાઈ ની ભક્તિને લઈને વાંઝયા ના ઘરે પારણા પણ બંધાયા છે.
નાગફણા ગામે બિરાજમાન ગોગા મહારાજ નું પૌરાણિક અને ચમત્કારીક મંદિર નો ઇતિહાસ પણ ઐતિહાસિક છે: ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલ ગોગા મહારાજના મંદિર એક પૌરાણિક અને ચમત્કારીક રહેલ છે.એવુ કહેવાય છે કે ગોગા મહારાજનું પૂછડું પેછડાલમાં અને ફેણ નાગફણામાં આવેલ છે.જેથી આ રાફડાનો નાગ કહેવાય છે.તેમજ આ ગામનું નામ ફેણ પરથી નાગફણા પડ્યું છે. તેમજ ગોગા મહારાજનું મંદિર તળાવની પાળ ઉપર બિરાજમાન છે જેથી તળાવની પાળનો ગોગા મહારાજ કહેવાય છે જે અનેક લોકોની શ્રદ્ધા અને આસ્થા પૂર્ણ કરી છે જેમાં આ તળાવ સાથે પણ ગોગ મહારાજ નો ઇતિહાસ જોડાયેલો છે.
વર્ષો પહેલા આ તળાવમાં પાણી ન હતું ત્યારે ગામના ગોવાળ અને કુવાસીઓએ ગોગા મહારાજને અરજ કરતા ગોગા મહારાજ એ વરસાદ લાવેલ અને ગાયોને પાણી પાયું હતું. ત્યારથી કુવાસીઓએ ગોગા મહારાજને દૂધપાયુ અને ગોવાળે કહ્યું ગોગા મહારાજ તમે અમને આ તળાવમાં પાણી આપ્યું અમે તમને દૂધ પાવીશું ત્યારથી આ ગામમાં ગોગા મહારાજ દૂધ પિતા પણ કોઈને ડેરીમાં દૂધ ભરાવા દેતા નહીં પરંતુ છેલ્લા દસ વર્ષથી આ ગામમાં ગોગા મહારાજે ડેરીમાં દૂધ ભરાવા માટે રજા આપી છે. ત્યારથી લઇ આજ દિન સુધી લોકો હવે ડેરીમાં દૂધ ભરાવતા થયા છે તેવી માન્યતા છે.
આ મંદિરે દર પાંચમના રોજ અંદાજિત 10 હજાર થી વધુ ની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટે છે: આ મંદિરના ભુવાજી પરબતભાઈ ચેલાભાઈ રબારી તેમને જણાવ્યું હતું કે આ ગોગા મહારાજનું મંદિર 250 થી 300 વર્ષ પુરાણી અને ચમત્કારિક મંદિર છે આ મંદિરે દર પાંચમના રોજ મોટો મેળો ભરાય છે. જેમાં અંદાજિત 10 હજાર થી વધુ ની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટે છે. આ ગોગા મહારાજનો સાક્ષાત પરચો ખુદ ભુવાજીને થયો હતો જેમાં ગોગ મહારાજે આ મંદિરના ભુવાજી પરબતભાઈ ને 15 વર્ષથી સંતાન ન હોવાથી તેમને પણ ગોગ મહારાજે તેમને દીકરો આપ્યો. અને સપનામાં આવીને પેંડા માગ્યા હતા. જે બાદ આ મંદિરના ભુવાજીએ તેમના દીકરાનુ નામ પણ નાગરાજ આપ્યું છે. તેવા અનેક આ ગોગ મહારાજ સાક્ષાત પરચા જોવા મળી રહ્યા છે.
વડવા ઓ પહેલા ગોગા મહારાજ નો દીવો કરતા એ સ્થળે સુંદર મંદિર શોભી રહયુ છે; આ અંગે ભુવાજી પરબતભાઈએ કહ્યું હતું કે વર્ષો પહેલા વડવાઓએ ગોગા મહારાજ નો દીવો કરતા હતા અને દીવા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા ને લઈ આજે ગોગા મહારાજ નું વિશાળ મંદિર તળાવની પાળ પર શોભી રહ્યું છે વર્ષ 2013 ની અંદર આ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું તે અત્યારે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધા માટેનું અદકું સ્થાન બન્યું છે