પાલનપુર ખાતે જીકાસ પોર્ટલ રદ કરવાની માંગ સાથે એન.એસ.યુ.આઈનો આક્રમક વિરોધ

બનાસકાંઠા
બનાસકાંઠા

શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરે એ પહેલા જ પોલીસે 32 કાર્યકરોની અટકાયત કરી: રાજ્ય સરકારે મોટા ઉપાડે આ વર્ષે લોન્ચ કરેલા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલનો પરપોટો ફૂટી ગયો છે. અને જીકાસ ગુજરાત યુનિવર્સિટી માટે બકવાસ સાબિત થયું છે. કારણકે સરકારની જ જીકાસ કોમન એડમિશન પ્રક્રિયા માં ખાનગી યુનિવર્સિટીઓને મોટો ફાયદો થયો છે. જ્યારે સરકારી યુનિવર્સિટીમાં મોટું નુકશાન થયું છે. જેને લઈને ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં એન એસ યુ આઈ ના કાર્યકરોએ જીકાસને મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 32 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

એન એસ યુ આઈ ના કાર્યકરોએ જીકાસને મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલનપુરમાં શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન કરે એ પહેલા જ પોલીસે 32 કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે NSUI ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અને ત્યારબાદ પોલીસે પૂતળું છીનવી અને કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજય મા જીકાસ મુદ્દે NSUI વિરોધ પ્રદર્શિત કરી રહી છે. ત્યારે પાલનપુર NSUI ના કાર્યકરોએ પણ જીકાસ મુદ્દે શિક્ષણ મંત્રીના પુતલા દહન કરીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે પાલનપુર ના એરોમાં સર્કલ નજીક સૂત્રોચાર કરી એનએસયુઆઇએ વિરોધ કર્યો હતો. જો કે, શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન કરે એ પહેલા પોલીસે પૂતળું છીનવી અને એનએસયુએ ના 32 કાર્યકરોની અટકાયત કરી હતી. Nsui નું માનવું છે કે જીકાસ પોર્ટલ થી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે અને જેને લઇને nsui વિરોધ કર્યો હતો.અને જીકાસ પોર્ટલ રદ કરવાની માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.