11 વર્ષીય બાળક ની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર : પોલીસે અપહૃત કિશોરની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ટોકરીયા ગામના 11 વર્ષીય અપહૃત કિશોરની હત્યા: ગઢ પોલીસે અપહૃત કિશોરની હત્યાનો ગુનો નોંધી હાથ ધરી તપાસ: પાલનપુર તાલુકાના ટોકરીયા ગામ ના 11 વર્ષીય બાળકની ખેતરમાં થી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઢ પોલીસે બાળકના અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના ટોકરીયા ગામના માસુમ બાળકની તિક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી બાળકના મૃતદેહને ખેતરમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ગઢ પોલીસ સહીત જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના ટોકરીયા ગામ માં રહેતા ૧૧ વર્ષીય મોહમ્મદ શેરસીયા નામનો માસુમ કિશોર ઘરેથી ગામમાં ગયો હતો. ત્યાર બાદ પરત ઘરે ન ફરતા પરિવારે કિશોરની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કિશોરનો કોઈજ પત્તો ન લાગતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. ત્યારબાદ પરીવારે ગઢ પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસે કિશોરની અપહરણની ફરિયાદ બાદ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમ છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ સોમવારે મોડી સાંજે ટોકરીયા ગામની સીમ માંથી કિશોરનો હત્યા થયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની ગામને ખબર પડતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. ત્યારબાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસવાડા અક્ષય રાજ મકવાણા સહિત પોલીસ કાફલો અને ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ પી.એમ માટે લાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પરિવારના સભ્યો જણાવ્યું હતું કે, ટોકરીયા ગામેથી રવિવારે કિશોર ગુમ થયો હતો જેથી આ અંગેની અપહરણ ની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ પરિવાર અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો અને સોમવારે ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અમારી માંગ છે કે, કોઈપણ સમાજનો આરોપી હોય તેને ઝડપી લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે આવે જેથી બીજા કોઈ પરીવારને પોતાનો દિકરો ગુમાવવાનો વારો ન આવે તેવી માંગ છે.