મુડેઠાના ટોલ પ્લાઝા ઉપર આજથી ભાવ વધારો ઝીંકાશે : એકથી પાંચ ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકો માટે દાઝયા ઉપર ડામ સમાન
1 એપ્રિલ થી ભાવ વધવાનો હતો પરંતુ લોકસભાની ચુંટણીના કારણે 3 જૂન થી ભાવ વધારો ઝીંકાશે
દર વર્ષે ભાવ વધારો થતા વાહનચાલકોમાં રોષ: ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા ઉપર આજથી એટલે કે 3 જૂન થી ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકો માટે દાઝયા ઉપર ડામ પુરવાર થયો છે. અને મુડેઠાના ટોલ પ્લાઝા પર નવા દરના બોર્ડ પણ મુકી દેવામાં આવ્યા છે. વાહનચાલકો પાસેથી નાના વાહનોમાં 5 થી 15 રૂપિયા સુધીનો ભાવ વસુલવામાં આવશે અને નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ દેશભરના તમામ ટોલનાકાઓ ઉપર અલગ-અલગ શ્રેણીના ટોલટેક્ષ વસૂલવામાં આવશે ત્યારે ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા પર પણ આજથી એટલે કે એક એપ્રિલથી નવા રેટ લાગું પડશે. જેમાં નાના વાહનોમાં જેમાં કાર,જીપ, વાનમાં રૂ. 5 નો વધારો થયો અને ઓવરલોડ અને ઓવરસાઈઝ અને સાત એકશલ સુધીના ભારે વાહનોમાં અલગ અલગ પ્રમાણે ભાવ વધારો આજથી ઝીંકાશે વાહનચાલકોને પોતાના ખિસ્સા હળવા થશે અને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.
પાલનપુરથી સામખીયારી કચ્છ જેમાં ડીસા તાલુકાના મુડેઠા ગામે ટોલ પ્લાઝા આવેલ છે જેમાં હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ના હોવાથી વાહનચાલકોને ફરજિયાત ટોલના પૈસા ભરવા પડે છે અને સર્વિસ રોડની વર્ષોથી માંગ છે છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ નથી ડીસાના મુડેઠા અને કાંકરેજના ભલગામ જ્યારે બંને ટોલનાકાના અંતર નજીકમાં હોવાથી બંને ટોલનાકે વાહનચાલકોના ખીસ્સા હળવા થઈ રહ્યા છે.
જુનો ભાવ
1-કાર, જીપ,વાન,સિંગલ – રૂ. 125 અને રિટર્ન રૂ.190
2- લાઈટ કોમર્શિયલ વાહન અને લાઈટ ગુડ્સ વાહન અને મિનિબસ – સિંગલ રૂ. 205 અને રિટર્ન રૂ.305
3- બસ અને ટ્રક- સિંગલ રૂ.425 અને રિટર્ન રૂ.640
4- ત્રણ એક્શલ વાહન- સિંગલ રૂ. 465 અને રિટર્ન રૂ. 695
5- મલ્ટી એકશલ વાહન- સિંગલ રૂ. 670 અને રિટર્ન રૂ 1000
6- ઓવરસાઈઝ વાહન- સિંગલ રૂ.815 અને રિટર્ન રૂ.1220
નવો ભાવ વાહનોમાં
1-કાર, જીપ,વાન,- સિંગલ રૂ. 130 અને રિટર્ન રૂ.195
2- લાઈટ કોમર્શિયલ વાહન અને લાઈટ ગુડ્સ વાહન અને મિનિબસ- સિંગલ રૂ.210 અને રિટર્ન રૂ. 315
3- બસ અને ટ્રક- સિંગલ રૂ. 435 અને રિટર્ન રૂ. 655
4- ત્રણ એક્શલ વાહન- સિંગલ રૂ. 475 અને રિટર્ન રૂ. 715
5- મલ્ટી એકશલ વાહન- સિંગલ રૂ. 685 અને રિટર્ન રૂ. 1030
6- ઓવરસાઈઝ વાહન- સિંગલ રૂ. 835 અને રિટર્ન રૂ. 1250