માઉન્ટઆબુમાં મીની કાશ્મીર જેવા આલ્હાદક દ્રશ્યો સર્જાયા : વરસાદી માહોલમાં માઉન્ટઆબુ સોળે કળાએ ખીલી ઊઠ્યું
પહાડી ઝરણાં અને વાદળોની સવારી નિહાળવાં પર્યટકોનો ભારે ઘસારો: હાલમાં વરસાદી માહોલ અને મારવાડી શ્રાવણ શરૂ થતાની સાથે જ લોકો ફરવાની મજા માણી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ સુ-પ્રસિદ્ધ પર્યટક સ્થળ રાજસ્થાનનું મીની કાશ્મીર એવું હિલ સ્ટેશન માઉન્ટઆબુ પર પર્યટકોનો ઘસારો
હાલમાં વરસાદી માહોલ વચ્ચે હીલ સ્ટેશન માઉન્ટઆબુમાં મિનિ કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાણે આપણે વાદળોંનો વચ્ચે અને વાદળોની સવારી માણી રહ્યા હોય તેવું લાગી આવી રહ્યું છે રોડ રસ્તા એટલું માત્ર મા ધુમ્મસ છવાયું કે જોઈને મન પ્રફુલ્લિત થઈ ઉઠે ખુશીથી ઝૂમી ઉઠે ૧૦૦-૨૦૦ મીટર આગળ જતાં વાહનો અને માણસો નરી આંખે દેખાય નહીં એટલી માત્રામાં ધુમ્મસ છવાયું.
ધુમ્મસમાં ગુરુશિખર પર આવેલ દતાત્રેય ભગાવનું મંદિર પણ નીચે પાર્કિંગ થી ન જોઈ શકાય એટલી હદે ધુમ્મસ રસ્તાઓમાં જાણે આપણે ગાડીમાં નહીં વાદળોની સવારી કરી રહ્યા હોય એવુ અનુભવાય વાદળો એટલી નીચે જોઈ આપણું મન ખુશીથી ઝૂમી ઉઠે
પહાડી ઝરણા અને મીની કાશ્મીર જેવા માહોલની મજા માણવા પર્યટકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે નક્કીલેક પર જાણે આખી લેક જ વાદળોથી ઢંકાઈ ગઈ હોય તેવું અનુભવાય હાલમાં લોકો આ વરસાદી માહોલ નો લુપ્ત ઊઠાવવા દૂર દૂર થી પર્યટકો માઉન્ટઆબુ આવી રહ્યા છે.