બનાસકાંઠામાં આયુર્વેદિક હોસ્પીટલ શરૂ કરવા સાંસદની માંગણી

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) થરાદ, બનાસકાંઠાના સાંસદ સભ્યએ જીલ્લામાં આયુર્વેદિક દવાખાનું કે હોસ્પિટલ ન હોવાને કારણે પ્રજાજનોને સારવાર અર્થે બહાર જવું પડતું હોવાનું જણાવી લોકસભામાં આયુષ મંત્રાલય પાસે હોસ્પીટલ શરૂ કરવાની માંગણી કરી હતી. બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે લોકસભામાં સ્પીકરના માધ્યમથી સંબંધિત મંત્રાલય પાસે બનાસકાંઠામાં આયુર્વેદિક હોસ્પીટલ શરૂ કરવાની માંગણી કરી હતી. તેમણે માંગ કરતાં જણાવ્યું હતું કે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આયુર્વેદને વિશ્વમાં ખુબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આયુર્વેદએ પાંચ હજાર વર્ષ જુની ચિકિત્સા પદ્ધતિ છે, જે આપણી આધુનિક જીવનશૈલીને યોગ્ય દિશા આપવામાં અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ટેવો વિકસાવવામાં મદદ કરે છે. જેમાં રોજિંદા જીવનમાં વપરાતા ઉત્પાદનો, દવાઓ અને ઔષધો સહિત કુદરતી વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ આયુર્વેદમાં કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાનું મૂળ કારણ શોધીને તેને જડમાંથી ખતમ કરવાનું કામ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત સિવાય આજે સમગ્ર વિશ્વમાં લોકો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તરફ આકર્ષાઈ રહ્યા છે. અમે એ પણ જાેયું કે કેવી રીતે કોરોનાના સમયગાળા દરમિયાન ભારતની આયુર્વેદિક દવાઓ અને દવાઓએ વિશ્વને આકર્ષિત કર્યું અને સમગ્ર વિશ્વએ આયુર્વેદના મહિમાને ઓળખ્યો છે. આથી પોતાના સંસદીય મતવિસ્તાર બનાસકાંઠાના રહેવાસીઓ પણઆયુર્વેદિક પધ્ધતિનો વધુને વધુ ઉપ યોગ કરવા ઈચ્છે છે, પરંતુ બનાસકાંઠામાં આયુર્વેદિક દવાખાનું કે હોસ્પિટલ ન હોવાને કારણે તેમને સારવાર અને દવાઓની વ્યવસ્થા કરવા વિસ્તારની બહાર જવું પડે છે.આથી, બનાસકાંઠામાં પણ આયુર્વેદિક હોસ્પિટલ શરૂ થવી જાેઈએ તેવી આ વિસ્તારના રહેવાસીઓ તેમની પાસે માંગણી કરે છે. આથી તેમના દ્વારા આયુષ મંત્રીને સંસદીય મતવિસ્તાર બનાસકાંઠામાં વહેલી તકે આયુર્વેદ હોસ્પિટલ ખોલવામાં આવે જેથી મત વિસ્તારના રહેવાસીઓને સરળ સારવાર મળી શકે તેવી વિનંતી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.