ડીસાના ભડથ રોડ પર બેફામ ડમ્પર ચાલકો હંકારતાં વાહનચાલકો અને રાહદારીઓમાં આક્રોશ ભભૂક્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

10 થી વધુ ગામોને જોડતો માર્ગ થોડા દિવસ પહેલાં રોડનું નવિનીકરણ કરાયું : તંત્ર દ્વારા ડમ્પર ચાલકોને બંધ નહી કરાય તો રોડ ખખડધજ બની જશે

ડીસાના ભડથ રોડ પર બેફામ રીતે ડમ્પરો દોડી રહ્યા છે. જેમાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થોડા દિવસ પહેલાં રોડનું નવિનીકરણ કરાયું છે. તંત્ર દ્વારા ડમ્પર ચાલકોને બંધ નહી કરાય તો રોડ ખખડધજ બની જશે.

ડીસાના ભડથ રોડ પર બેફામ રીતે ડમ્પરો દોડાવી રહ્યા છે. જેમાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી સર્જાઇ છે. ઘાડા, ધાનપુરા, ભડથ, રબારી ગોળીયા, ગેનાજી ગોળીયા, ડાવસ, છાત્રાલય ઢાંણી, મહાદેવીયા, આખોલ સહીત 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થોડા દિવસ પહેલાં રોડનું  નવિનીકરણ કરાયું છે. જેમાં વાહનચાલકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

જેમાં રોડને ડમ્પરોથી તોડી નાખે તો ઉબડ-ખાબડ બની જાય છે. ત્યારે ગ્રામજનોએ ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી અને ડીસા તાલુકા મામલતદાર બકુલેશ એસ. દરજીને  મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ જ ઉકેલ આવ્યો નથી. જ્યારે રાત્રિના સમયે ડમ્પર ચાલકો એક લાઇટ ચાલુ કરી પૂરઝડપે ડમ્પરો હંકારી રહ્યા છે. જ્યારે સામેથી આવતાં બાઇક ચાલક કે જીપ ચાલક હોય તેમને કઇ રીતે વાહન ચલાવવું તે મુશ્કેલ ભર્યું બની ગયું છે. જ્યારે રાત્રિના સમયે ડમ્પરો બિન્દાસ બેફામ રીતે હંકારી અકસ્માત નોંતરશે તો જવાબદાર તંત્ર રહેશે તેવો સવાલ સતાવી રહ્યો છે.

ડમ્પરો રેતીથી ભરી જતાં હોઇ તેઓને ડમ્પરોને તાડપત્રી ઉપર બાંધવી પડે છે પરંતુ ખુલ્લેઆમ રીતે ઓવરલોડ રેતી ભરી જતાં હોય છે. રેતી રોડ પર પથરાતાં અને રેતી ઉડતાં વાહનચાલકોના આંખોમાં પડી રહી છે. બેફામ રીતે ડમ્પર ચાલકો રેતી ભરી હંકારી રહ્યા છે. જ્યારે આ રોડ પર કોઇ પાસ પરમીટ વગર બિન્દાસ ડમ્પર ચાલકો હંકારતાં હોય છે. જ્યારે ડમ્પર ચાલકોને નદીવાળો રસ્તો છે પરંતુ આ રસ્તાને તોડવા અને વાહનચાલકોને હેરાન-પરેશાન કરવા ચલાવી રહ્યા છે. આગામી સમયમાં ડમ્પર ચાલકો આ રોડને બંધ નહી કરે તો ટૂંક સમયમાં રોડ ખખડધજ બની જશે તેનો જવાબદાર તંત્ર રહેશે તેવું લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.