મોટાસડા પુલની દીવાલ સાથે બાઇક ટકરાતા ચાલકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા 28

દાંતા તાલુકાના એક ગામે ભાઇના ઘરેથી જમીને પોતાના ઘરે જવા બાઇક લઇ નીકળેલો યુવક સવાર સુધી ઘરે નહીં પહોંચતાં પરીજનો ચિંતિત બન્યા હતા. જે બાદમાં તપાસ કરતાં નદીના પુલ પર બાઇક અથડાતાં તેનું મોત થયાનું ખુલ્યુ હતુ. જેથી દાંતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દાંતા તાલુકાના મોટાસડા ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. જગાણાના નાગજીભાઇ હરચંદભાઇ દામા બામોદરા ગામે ભાઇના ઘરેથી જમીને પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન મોડીસાંજે નીકળેલા નાગજીભાઇ વહેલી સવાર સુધી ઘરે નહીં પહોંચતાં પરિવારે ચિંતાતુર બની શોધખોળ હાથ ધરી છે. જ્યાં મોટાસડા ગામે અર્જુની નદીના પુલની દિવાલ સાથે તેમનું બાઇક અથડાતાં રાત્રે જ મોત થયાનું ખુલ્યુ હતુ.દાંતા પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરી લાશ પરીજનોને સોંપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.