ડીસા તાલુકાના માલગઢના મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના માલગઢ ગામના મહિલા સરપંચ સામે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામ પંચાયતના ૧૬ માંથી ડેપ્યુટી સરપંચ સહિત ૧૦ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરી હતી. માલગઢ ગામના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા ચૂંટાયેલા સભ્યોને કોઈપણ જાતના વિશ્વાસમાં લીધા વગર તેમના પતિ અને કોન્ટ્રાક્ટર
સાથે મળી હલકી ગુણવત્તા વાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવા મામલે તેમજ મહિલા સરપંચના પતિ ચૂંટાયેલા સભ્યો સાથે અભદ્ર વર્તન કરતાં હોવાના આક્ષેપો સાથે કંટાળેલા ડેપ્યુટી સરપંચ સહિત ૧૦ સભ્યોએ આજે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ડેપ્યુટી સરપંચ કાજલબેન સુંદેશા અને સભ્ય સુરેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે ગામમા કોઈ કામ થાય તો સરપંચ પતિ અમને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચરે છે. હમણાં જ ૩૩ લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. જેમાં અડધું કામ થયું નથી અને તમામ ગ્રાન્ટ ઉપડી ગઈ છે જેથી આજે અમે ૧૦ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.