વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુરના ૫૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સમૂહગાન કરી માતૃભૂમિને સ્મરણાંજલિ અર્પી
૭૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુરના કુલ 5500 થી વધુ વિદ્યાર્થીઓએ ભેગા મળી એ.આર. રહેમાન દ્વારા કમ્પોઝ કરેલું ગીત ‘મા તુજે સલામ’ ગાઇ માતૃભૂમિને, સ્વતંત્રતા માટે શહીદ થયેલા વીરોને તેમજ અત્યારે ભારતની સરહદ પર ફરજ બજાવતા દરેક સૈનિકને સલામી રૂપે ૧૩ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ એક સુંદર વિડિયો ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમજ યુટ્યુબ પર પબ્લિશ કર્યો હતો. આ વિડિયોને ફ્કત ૨૨ કલાકમાં જ ૧૩ હજારથી વધુ લોકોએ વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુરની યુટ્યુબ ચેનલ પર નિહાળ્યો હતો.