વાવમાં અપક્ષની રાત્રી સભામાં 5000 હજાર થી વધુ જનમેદની ઉમટી પડી
ગત રોજ વાવ સુઇગામ હાઇવે રોડ પર અપક્ષ ના ઉમેદવાર માવજીભાઈ પેટલ ની એક જંગી જાહેર સભા યોજાઈ હતી.જેમાં 5000 હજાર થી વધુ જનમેદની સ્વયંભૂ ઉમટી પડી હતી.જેમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે જણાવ્યું હતું.કે આ ચૂંટણી નથી યુદ્ધ છે. માવજી પટેલ ને હરાવવા માટે ગુજરાત ની સરકાર અને સંગઠન ગાડું થઈ ગયું છે.
વધુ માં માવજીભાઈ પટેલ ને ભારતીય જનતા પાર્ટી એ સસ્પેન્ડ કર્યા તે મુદ્દે જણાવ્યું હતું. કે હવે અમો ભાજપના ઉમેદવાર ને હરાવીને સસ્પેન્ડ કરી બદલો લઈશું વધુ માં શંકર ચૌધરી તરફ ઈશારો કરી જણાવ્યું હતું કે ડરવાની કોઈ જરૂર નથી.શંકર ચોધરી ને ચૂંટણી આ વિસ્તાર માંથી જ લડવાની છે. ઘર ભેગા કરવાની મારા માં તાકાત છે. હજુ મારે બ્રહ્માસ્ત્ર હવે ખોલવાનું છે જોકે 20 થી વધુ ભાજપ કોંગ્રેસના કાર્યકરો અપક્ષ નો ખેસ પહેર્યો હતો. વધુ માં જણાવ્યું હતું કે અપક્ષ ને મદદ કરનાર કાર્યકર ને ડેરી બેન્ક માંથી છુટા કરવાની શંકર ચૌધરી ધમકી ઓ આપે છે. મારી 73 વર્ષ ની ઉંમર થઈ ગઈ છે. હું કોઈ નાથી ડરવાનો નથી. મેં મારા વિજય માટે પુરી તાકાત લગાવી મતદારો પાસે મતો ની માંગ કરું છું.