બનાસ ડેરીના હેલ્થ કેર મહા કેમ્પમાં ૪૦૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ ડેરીના હેલ્થ કેર મહાકેમ્પમાં ૪૦૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો, ૧૫૦૦ આંખોના દર્દીઓને ચશ્મા ફ્રી અપાયા હતા.બનાસકાંઠાના સરહદીય વિસ્તારના લોકોના આરોગ્યની ચિંતા કરીને તેમને ઘર આંગણે સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તંદુરસ્ત જીવન આપવાના ઉત્તમ અભિગમ સાથે બનાસ ડેરી દ્વારા આરોગ્ય ચકાસણીનું મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. એજ અભિયાન અંતર્ગત ગઈકાલે વાવ તાલુકાના સણવાલ ગામ ખાતે “હેલ્થ કેર મહાકેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સણવાલ ગામના સ્થાનિક લોકોની સાથે તેની આજુબાજુ વિસ્તારના ઘણાંબધાં લોકો એ આ સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ લીધો હતો. બનાસ ડેરીના આ “હેલ્થ કેર મહાકેમ્પ” માં હાડકા, બાળકો, આંખ, કાન, નાક, ગળા, સ્ત્રી રોગ, ચામડી રોગ, ટી.બી અને ચેસ્ટ રોગ, જનરલ સર્જરી, ફિઝિયૉથેરીપી, ડેન્ટલ, માનસિક રોગના નિષ્ણાંતોએ ઉપસ્થિત રહીને પ્રજાના આરોગ્યની ચકાસણી કરી હતી. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મેડીકલ કેમ્પમાં ઉપસ્થિત રહીને ગ્રામજનોને જણાવ્યું હતું કે આરોગ્યની ચકાસણી કરવામાં કોઈએ પણ આળસના કરવી જાેઈએ. જાે શરીર સ્વસ્થ હશે તો કોઇપણ કામ સ્ફૂર્તિથી કરી શકીશું, જીવન જીવવાની મજા આવશે અને આયુષ્ય લાબું રહેશે તેમજ જીવન જેટલું તંદુરસ્ત બનશે એટલો જ સમાજ તંદુરસ્ત બનશે. (ફોટો ઃ વિષ્ણુ પરમાર)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.