દાંતીવાડા ના આકોલી ગામમાં ૪૦ થી વધું બાળકો વ્હોલા ના ખાડા અને પાણી માં શાળા એ જવા મજબુર
દાંતીવાડા ના આકોલી ગામ ના ગોદરા થી ગોચરડી તરફ જવાના કાચા રસ્તા પર અંદાજિત ૨૫ થી વધુ કુવા પર પરિવારો પોતાનાં રહેણાંક સાથે રહે છે. છેલ્લાં દસ વર્ષથી આ પરિવારો ના નાના થી મોટાં બાળકો ગામ ની શાળા એ જવા આ રસ્તે થી વ્હોલા મા થઇ પસાર થવું પડે છે. અને વ્હોલા થી થોડાક અંતરે ચેક ડેમ આવેલો છે. એક બાજુ ચોમાસું પ્રારંભ થઇ ચૂક્યું છે ત્યારે ભારે વરસાદ ને લઈ આ વ્હોલા મા પાણી ભરાઈ જતાં આજુબાજુ ના કુવા વિસ્તાર ના પરિવારો ગામ થી સંપર્ક વિહોણાં બની શકે છે. અને સામે ની બાજુ નજીક મા સીપુ નદી આવેલી છે.વરસાદી પાણી ના ૪ થી ૫ ફૂટ ના વ્હેણ મા થઇ ૪૦ થી વધુ અભ્યાસ કરવા જતાં બાળકો તેમજ પરિવારો ના જીવ અધ્ધર થઈ જાય છે. આ રસ્તે થી પશુપાલન કરતાં ખેડુતો ને ડેરી એ દૂધ ભરાવવા જવું હોય કે, બીમાર વ્યક્તિ ને સારવાર માટે હોસ્પિટલ જવું હોય તો ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. શાળા એ જતાં બાળકો ને આ રસ્તે થઇ પસાર થવા ભારે વરસાદ ના વ્હેણ મા તણાઈ જવા કે ડૂબી જવાનો સતત ભય રહે છે. જેની સ્થાનિક તંત્ર ને વારંવાર રજૂઆત કરવાં છતાં કોઈપણ પ્રકાર ની સુવિઘા અપાઈ નથી. સ્થાનિકો કહે છે કે આ રસ્તે થી પસાર થતાં બાળકો ડૂબી જાય કે પાણી મા તણાઈ જાય કે પછી પાણી માંથી પસાર થતાં ઝેરિલા જીવ જંતુ કરડે તો તેનો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો સામે આવે છે.