બનાસકાંઠામાં વરસાદની આગાહી વચ્ચે મધ્યમ વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા 199

ગુજરાત રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમો ને લઇ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન થતાં અનેક વિસ્તારો પાણી પાણી કરી દીધા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી ઝાપટાંઓને લઈ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં દાતીવાડા માં ૫૨ મીમી, સુઈગામ માં ૩૫ મીમી, વાવમાં ૨૯ મીમી, થરાદમાં ૨૬ મીમી, ભાભરમાં ૨૩ મીમી, દાંતામાં ૨૧ મીમી સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ થવા પામ્યો હતો. જાે કે સોમવારે દિવસભર બનાસકાંઠા જિલ્લાના ૧૪ માંથી ૯ તાલુકા માં વરસાદ નોંધાયો છે. જેમાં ધાનેરા તાલુકામાં મેઘરાજા રીઝાતા સાંજ સુધી ૩૭ મીમી જેટલો વરસાદ થયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ રહેવા પામ્યો હતો. જીલ્લામાં સતત વરસાદ ચાલુ રહેતા વરસાદી માહોલ યથાવત જાેવાં મળી રહ્યો છે ત્યારે ઠેરઠેર પાણી ભરાયાં છે. અને ખેતીના પાકો ને ફાયદો થવા પામ્યો છે.

વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી
બનાસકાંઠા જિલ્લા પર વરસાદની બે સિસ્ટમો સક્રિય હોવાને લીધે આગામી સમયમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાવાસીઓ પણ ભરપૂર વરસાદ ની આશા સેવી રહ્યા છે.

અમીરગઢ | બનાસકાંઠાની જીવાદોરી બનાસનદીમાં નાવા નિરની આવક શરૂ ઉપરવાસમાં અરવલ્લીની પહાડીઓમાં પડેલ વરસાદથી બનાસનદીમાં પાણીની આવક થતા ખેડૂતો સહિત આમ જનતામાં ખુશીની હેલી વરસી રહી છે. ખેતી માટે અને પીવાલાકાય પાણીની સમસ્યાનો અંત આવશે અને ખાલી પડેલ કુવા અને તળાવો ના જલના તળિયા ઉંચા આવશે. ઉપરવાસમાં અને પહાડી વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાથી અમીરગઢની બનાસનદીમાં નવા નીરની આવક થઈ અત્યાર સુધી ખાલી પડેલ ચેકડેમ ઓવરફ્લો થઈ ઓગન પરથી પાણી વેહવા લાગ્યું ખાલી પડેલ ચેકડેમ ઓવેરફલૉ થતા જાેવા માટે માનવ મહેરામણ ઉંમટયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.