અંબાજી માં મેળા નાં પગલે આરોગ્ય વિભાગ ની મોકડ્રિલ, જનરલ હોસ્પીટલ માં અકસ્માત અને હાર્ટ એટેક નાં દર્દીઓ માટે તંત્ર સજ્જ
શક્તિપીઠ અંબાજી ખાતે આવતી કાલ 12 સપ્ટેમ્બરથી ભાદરવીપૂનમનો મહામેળો શરુ થવા જઈ રહ્યો છે. જેને લઇ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે ત્યારે ખાસ કરી અંબાજી આવતા યાત્રિકોમાં કોઈ પણ જાતનો અકસ્માત કે પછી હૃદય રોગના હુમલા જેવા રોગનો ભોગ બનનાર યાત્રિકને તાત્કાલિક સારવાર મળી રહે તેવી આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
જેને લઇ આજે અંબાજી મંદિર પરીષરમાં કોઈ યાત્રિક હૃદય રોગના હુમલાનો ભોગ બને તો કેટલી ઝડપથી સારવાર મળી રહેતે માટેની એક મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં ભોગ બનનાર દર્દીને ચક્કર આવતા પડી જતા તેને માત્ર 5 જ મિનીટમાં આરોગ્યની ટીમના કર્મચારીઓ સ્થળ ઉપર પહોચી અસરગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો જોકે આ મોકડ્રીલ યોજાતા યાત્રિકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પણ આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફ્સર ડો.કિરણ ગમાર (તાલુકા હેલ્થ ઓફિસર) એ આ ઘટના ને આરોગ્ય કર્મચારીઓની ખરાઈ તપાસવા મોકડ્રીલ કરાયા હોવાની જાહેરાત કરી હતી.
જોકે અંબાજીની સરકારી હોસ્પિટલમાં પણ કોઈ પણ જાતના અકસ્માત કે આવા હૃદય રોગના યાત્રિકો લાવવામાં આવે તો તેને પુરતી સારવાર મળી રહે તેવી ડોકટરો સહીત આરોગ્યની ટીમ ખડે પગે તૈયાર હોવાનું હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.વાય કે મકવાણા હોસ્પિટલ અંબાજીએ જણાવ્યુ હતુ.
આમ અંબાજી ખાતે ભરાઈ રહેલા મેળા ને લઇ આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ જાત ની ઘટના બને તો તેમાં દર્દીઓને સ્થાનિક સ્તરેજ સારવાર મળી રહે.