
દાંતીવાડા ખાતે ધારાસભ્યના હસ્તે બનાસ નીરના વધામણાં
રખેવાળ ન્યુઝ ડીસા
ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દ્વારા સિંચાઇ અધિકારીને કરેલી રજુઆત બાદ આજે રવિવારે દાંતીવાડા ડેમમાંથી પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે દાંતીવાડા અને ડીસા તાલુકાના વિસ ગામના ખેડૂતો ને ફાયદો થશે પાણીના તળ ઊંચા આવતા ખેતીને ફાયદો થશે. જોગાનુંજોગ આજે ધારાસભ્યનો જન્મદિન પણ છે ત્યારે સવારે તેઓ ડેમ પર હાજર રહી અભિનંદન સાથે નદીના નિરના વધામણાં કર્યા હતા.