આધેડ કાકાની યુવા ભત્રીજાએ ઘાતક હથિયારો વડે નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના કોઠીગામમાં ગુરુવારે આધેડ કાકાની યુવા ભત્રીજાએ ઘાતક હથિયારો વડે નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી છે. મૃતકના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટના સ્થળે અને રેફરલ હોસ્પિટલમાં દોડી આવેલી પોલીસની ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે.હત્યા કયા કારણોસર કરવામાં આવી તે જાણવા મળ્યું ન હતું.

થરાદના કોઠીગામમાં રહેતા હાજીખાન લાલખાન મલિક (ઉં.વ.58) ને દિલુખાન અનાથખાન મલિક (ઉં.વ.35) નામના ભત્રીજાએ દોડી આવીને એકાએક છરા (ખંજર) ના ત્રણ-ચાર ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંગે મૃતકના નાનાભાઇ હાજીખાન જીવણખાન મલિક અને સરજનખાન લાલખાન મલિક (રહે.કોઠીગામ) એ જણાવ્યું હતું કે મૃતક ખેતરમાંથી ગામમાં આવીને ગામના હનુમાનજીના મંદિર પાસે બેસીને મોબાઇલ જોઇ રહ્યા હતા. આ વખતે તેમના ભત્રીજા દિલુખાન દ્વારા એકાએક હુમલો કરીને છરા (ખંજર)ના ઉપરા-છાપરી ત્રણથી ચાર ઘા મારીને તેમની નજર સમક્ષ કરપીણ હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે સરકારી હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓ બહોળી સંખ્યામાં દોડી આવ્યા હતા. જ્યારે મૃતકને તેમના પરિવારજનો કપડાથી ઘાવને બાંધીને થરાદ લઇ આવ્યા હતા. જો કે હત્યા કયા કારણોસર કરવામાં આવી તે જાણવા મળ્યું ન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.