બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની મહેર : સતત ત્રીજા દિવસે અનેક સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લામાં ગુરુવારે સૌથી વધુ દાંતીવાડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો,આગામી સમયમાં પણ વરસાદનું પ્રમાણ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી, ડીસામાં પણ વરસાદી ઝાપટું પડતા પ્રજાજનોમાં ખુશીનો માહોલ

દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર કરતા સતત ત્રીજા દિવસે અનેક સ્થળો પર હળવા થી મધ્યમ અને ભારે વરસાદ થવા પામ્યો છે ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં નૈઋત્ય ચોમાસુ જામ્યું છે જેને લઈશ ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં પણ વરસાદ થવા પામ્યો હતો જેમાં સૌથી વધુ દાંતીવાડા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત અમીરગઢ પણ માં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો

આ ઉપરાંત ડીસા કાંકરેજ દાંતા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ઘડીક વાર ધબધબાટી બોલાવી હતી જૂન મહિનાના અંતમાં મેઘરાજા મહેરબાન થતા અનેક સ્થળો પર વાવણી લાયક વરસાદ થતાં ખેડૂત વર્ગમાં પણ હરસ ની હેલી જોવા મળી રહી છે જોકે હજુ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી દિવસોમાં પણ બનાસકાંઠા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે આગામી સમયમાં સાર્વત્રિક વરસાદને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં મેઘમહેર જોવા મળી શકે તેમ છે.

મધ્ય ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ને લઇ વરસાદનું પ્રમાણ યથાવત: હવામાન નિષ્ણાતોના મતે સમગ્ર ગુજરાતમાં ચોમાસું જાન્યુ છે ત્યારે મધ્ય ગુજરાત પર વરસાદી સિસ્ટમ જામી હોવાથી આ ઉપરાંત અરબી સમુદ્રમાં વરસાદ ટફ રેખા બનતા ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં પણ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે.

ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સારા વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાયા: ડીસા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વરસાદનું આગમન થયું છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં હશે તો ત્રીજા દિવસે પણ અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ગુરુવારના બપોરના સમયે પણ જોરદાર વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરવાનું શરૂ થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલો વરસાદ

તા ૨૭/૬/૨૪ સાંજ ના ૬ કલાક સુધી

ધાનેરા  –  ૧ મીમી

દાંતીવાડા   – ૪૧ મીમી

અમીરગઢ  – ૨૫ મીમી

દાંતા   –   ૧૩ મીમી

પાલનપુર – ૧ મીમી

ડીસા  –  ૨૧ મીમી

દિયોદર  –  ૫ મીમી

કાંકરેજ  –  ૧૫ મીમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.