
ધાનેરામાં મેગા ડ્રાઈવ, ટ્રેકટર ભરીને દબાણો દુર કરાયા
(રખેવાળ ન્યૂઝ)ધાનેરા, ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં દુકાનદારો, લારી ગલ્લાવાળાઓ તેમજ વાહન ચાલકો દ્વારા રસ્તા સાંકડા બની જતાં પાલિકા દ્વારા પોલીસને સાથે રાખી ટ્રાફિક ડ્રાઇવ કરતાં ૫૦ જેટલા વાહનો તેમજ લારીઓ ટ્રેકટરમાં ભરીને પોલિસ મથકે લવવામાં આવી હતી. ધાનેરા શહેરમાં ઠેર ઠેર દબાણો ના લીધે રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે. અને વાહન ચાલકોને પોતાના વાહન સાથે પસાર થવુ પણ મુસ્કેલ બન્યુ છે. અને લોકોએ આ બાબતે પ્રાંત અધિકારી, ધારાસભ્ય અને પોલિસમાં રજુઆત કરવામાં આવતા ધાનેરા નગર પાલિકા દ્વારા પોલિસને સાથે રાખીને સોમવારે સ્પે. ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી અને તે ડ્રાઇવ ડીસા રોડ કોટેજ વિસ્તાર થી શરૂ કરવામાં આવતા રસ્તા ઉપર પાર્કિંગ કરવામાં આવેલ ટૂ વહીલર વાહનો ઉપાડીને ટ્રોલીમાં ભરી પોલિસ મથકે પહાંચાડવામાં આવ્યા હતા તેમજ રસ્તામાં અડચણ રુપ લારીઓ પણ પાલિકા દ્વારા ટ્રેકટરમાં ભરાવવામાં આવતા લારીઓ વાળા રસ્તા ઉપરથી પોતાની લારીઓ લઇને ભાગવા લાગ્યા હતા તેમજ દુકાનદારો પોતાની દુકાનો આગળ મોટા પ્રમાણમાં દબાણો કરીને પોતાનો દુકાનનો સામાન બહાર મુકતા હતા તેવા લોકોને પણ પાલિકા દ્વારા દંડ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ આ ઝુંબેશ પાલિકા દ્વારા કરવામાં આવી હોવા છતાં પાલિકાના દબાણ વિભાગના એકપણ મોટા કર્મચારીઓ કે ચીફ ઓફિસર જોવા મળ્યા ન હતા અને પોલિસને આગળ કરીને પોતે ઓફિસમાં બેસી ગયા હોવાનૂ પણ પાલિકાના નાના કર્મચારીઓના મુખે જાણવા મળ્યુ હતુ. આ ડ્રાઇવ દરમ્યાન પોલિસે નાના મોટા ૧૪ વાહનો પોલીસ મથકે લાવી ૭૦૦૦ નો હાજર દંડ કર્યા હતો. તેમજ ૧૫ વેપારીઓને કોર્ટ ની દ્ગઝ્ર આપવામાં આવી હતી. ત્યારે પાલિકા દ્વારા ૦૫ લારી ગલ્લાઓ ઉપાડવામાં આવ્યા હતા તેમજ પાલિકા દ્વારા ૩૦ જેટલા વેપારીઓને દંડ પણ આપવામાં આવ્યા હતા.
આ અંગે વેપારી કાનજીભાઇ દેસાઇએ જણાવેલ કે, ધાનેરા પાલિકા ની રહેમ નજર હોવાથી આટલા રસ્તાઓ બ્લોક થાય છે ખરેખર દર અઠવાડીયે જો ડ્રાઇવ કરવામાં આવે તો લોકો પોતાના વાહનો પાર્કિંગમાં મુકસે તેમજ જે લોકો દુકાનો આગળ લારીઓ અને સેડ બનાવીને દબાણ કરે છે તે પણ નહી કરે આ બાબતે ધારાસભ્યએ પણ જાગૃત બનીને ધાનેરાના વિકાસમાં સહભાગી થવુ જોઇએ. આ કામ પાલિકા અને પોલિસ દ્વારા કરવામાં આવેલ છે તે ખુબજ સરસ કામગીરી છે.
આ અંગે પી.આઈ. એ.ટી.પટેલે જણાવેલ કે, ધાનેરામાં ટ્રાફિક બાબતે અનેકવાર રજુઆતો આવતી હતી અને તેને લઇને અમારી કામગીરી ચાલુ હતી પરંતુ પાલિકા દ્વારા જે આ ઝુંબેસ ઉપાડવામાં આવી તેમાં દુકાનદારો અને લારી ગલ્લાઓ રસ્તા ઉપર હતા તે પણા હટાવવામાં આવતા રસ્તા ખુલ્લા બન્યા છે. અને જો નગરપાલિકા રસ્તાઓ ઉપર દબાણો દુર કરાવવા માગે તો પોલિસ તેમના સાથે રહીને આ કામગીરી પાર પાડશે.