ઉત્તર ગુજરાતમાં ૨૮ થી ૩૦ મેએ માવઠાની આગાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા સહિત ગુજરાત ના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના ઉતરાધે વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓને લઈ ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠા જિલ્લામાં ૨૮ મે થી ૩૦ મે દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઉત્તર ભારત તરફ આવી રહેલ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ અને સાયકોલોનિક સર્ક્‌યુલેશનને પગલે આગામી તારીખ ૨૮ મે થી ૩૦ મે દરમિયાન વાતાવરણ પલટાય તેવુ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે જેને લઇ બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ મંડરાઇ રહ્યું છે. જાેકે છેલ્લા બે ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ બદલાયું છે. જેમાં ૧૫ થી ૨૦ કિમી ની ઝડપે પવન ફૂંકાતા ઠેરઠેર ધુળની ડમરીઓ ઉડી રહી છે. પરંતુ હવામાન નિષ્ણાતોના મતે આગામી સમયમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓને લઈ બનાસકાંઠા જિલ્લા સહિત અનેક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ જાેવાઈ રહી છે જેને લઇ તાપમાનમાં પણ વધઘટ થવાની શક્યતાઓ રહેલી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા વરસાદની આગાહીને લઈ વેપારીઓની સૂચનાઓ અપાઈ
બનાસકાંઠા જિલ્લામાં આગામી ૨૮ થી ૩૦ મે દરમિયાન હવામાન વિભાગ દ્વારા કમોસમીવવરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ડીસા માર્કેટયાર્ડ સહિત જિલ્લાના અન્ય માર્કેટયાર્ડો દ્વારા વેપારીઓ અને ખેડૂતોને માર્કેટ યાર્ડનો સંગ્રહિત માલ તેમજ વેચાણ અર્થે આવતા માલ સામાન સલામત જગ્યાએ ઉતારવા અથવા ઢાંકી રાખવા માટે સુચના આપવામાં આવી છે.

ઉત્તરને મધ્ય તથા પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની વધુ શક્યતાઓ
આગામી તા ૨૮ થી ૩૦ મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, અમરેલી, ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ થવાની વધુ શક્યતાઓ રહેલી છે.

માવઠું થાય તો ખેતીના ઉભા પાક પર અસર થઈ શકે છે : ખેડૂતો
આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે અત્યારે ઉનાળુ સિઝનની લણણીને કાપણીનું કામ ચાલી રહ્યું છે ત્યારે કમોસમી વરસાદ થાય તો સૌથી વધારે બાજરી અને ઉનાળુ મગફળીના પાકોને નુકસાન થઇ શકે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.