
પેટલાદના સુંદરણા ધામના માઈભક્તો દંડવત્ કરતા અંબાજી ધામે પહોંચ્યા
અંબાજી યાત્રાધામ અંબાજી મા અંબાના દર્શન કરવા પદયાત્રાનો ટ્રેન્ડ છેલ્લા સમયથી બદલાયેલો જોવા મળી રહ્યો છે. ભાવિક ભક્તો હવે ભાદરવી પૂનમ જ નહીં દર પૂનમે ચાલતા જઈ રહ્યા છે. જ્યાં મંગળવારે સવારે પેટલાદ તાલુકાના સુંદરણાધામના પચાસ જેટલાં ભકતો અંબાજી ધામ પહોંચ્યા છે. અંબાજી મા અંબાના દર્શન કાજે પદયાત્રાનો ટ્રેન્ડ પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે. અંબાજીમાં ભાદરવી જ નહી પણ વર્ષની તમામ પુનમે સહિત ચૈત્રી, કારતકી, શ્રાવણી અને ત્યાર પછી આસો અને દીપાવલીના વેકેશન દરમિયાન પણ અંબાજી ધામના માર્ગો અવિરત પદયાત્રીઓ થી ઉભરાતા જોવા મળ્યા છે.
મંગળવારે સવારે અંબાજી માર્ગ પરની દુર્ગમ ઘાટીમાં સુંદરાણા ધામ તા. પેટલાદ જી. આણંદ ના પચાસ જેટલાં ભકતો માતાજીના ધામ તરફ પ્રયાણ કર્યું હતું. જેમા એક ભક્ત દંડવત્ પ્રણામ કરતા માનાં ચરણમાં શીશ ઝુકાવવાની કઠીન તપસ્યા કરતા પણ જોવા મળ્યા હતા.પદયાત્રીઓના જણાવ્યા મુજબ છેલ્લા વીસેક વર્ષથી આ રીતે અવિરત મા અંબાના દર્શન કાજે આવીએ છીએ. ત્યારે ભાદરવી મેળામાં કેમ નહી તેવી પૃચ્છા કરતા પ્રત્યુત્તર મળ્યો કે, મેળા ભીડ ભાડ અને સુખ રૂપ દર્શન ન થાય તે માટે મેળા પૂર્વે માતાજીના દર્શને આવીએ છીયે. જ્યાં માતાજીના દર્શન કરી શક્તિ પીઠ ગબ્બર દર્શન કરી પરત રવાના થઈએ છીએ.