
વાવાઝોડાથી આંબાઓ ઉપરથી કેરીઓ ખરી પડી
સરહદી બનાસકાંઠા જીલ્લામાં દાંતા અને અમીરગઢ તાલુકાના પર્વતીય તેમજ જંગલ વિસ્તારમા ૫૦ હજાર જેટલા આંબાનાં ઝાડ પર દર વર્ષે કેરીનો મબલક પાક ઉતરે છે. અને પાંચ હજાર જેટલા આદિવાસી લોકો આ કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડું ફૂંકાતા આંબા ના ઝાડ પર થી કેરીઓ ખરી પડતા કેરીના પાકમાં ૬૦ થી ૭૦ ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. જેને લઈને આદિવાસી લોકોની આજીવિકા છીનવાઈ જવા પામી છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલ વિસ્તારમાં અસંખ્ય આંબાના વૃક્ષો આવેલા છે. જેને લઇ દર વર્ષે આંબા ઓ પર કેરીનો મતલબ પાક થાય છે દાંતા, અંબાજી, હડાદ અને અમીરગઢ પથંકમાં જંગલ વિસ્તારમાં રહેતા પાંચ હજાર જેટલા આદિવાસી લોકોએ આંબાના વૃક્ષોનું જતન કરી અને આ ૫૦ હજાર જેટલા આંબા ઉપરથી કેરીઓનો પાક લઈ રોજગારી મેળવે છે. જોકે, આ જંગલ અને પર્વતીય વિસ્તાર ની દેશી કેરી ને આંબા પર થી ઉતર્યા બાદ તેને ખાખરાના ઝાડના પાંદડા માં પકવવામાં આવતી હોઇ આ દેશી કેરી ના સ્વાદમાં અલગ મીઠાશ હોવાના કારણે લોકોમાં કેરીની માંગ રહેતી હોઇ આદિવાસી લોકો દેશી પદ્ધતિથી પકવેલી દેશી કેરી પચાસ થી સાઈઠ રૂપિયે કિલો કેરી વેચી પોતાના પરિવાર ની ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ રવિવારે કમોસમી વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં મોટા ભાગ ના આંબાઓ પર થી કેરીઓ ખરી પડતા કેરીના પાકમાં ૬૦ થી ૭૦ ટકા જેટલી નુકશાન થતા કેરીના વ્યવસાય સાથે જોડાયેલા પાંચ હજાર જેટલા વનવાસી લોકોની આજીવિકા છીનવાઈ જતા આ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.