
ત્રિસુલિયાયા ઘાટ પર માનવા સાંકળ જોવા મળી : રાધનપુરના 80 વર્ષીય વૃદ્વા 140 કિલોમીટરનું અંતર કાપી દાતા પહોંચ્યા
અંબાજીમાં લાખોની સંખ્યામાં લોકો માનવ મહેરમણ ઉમટી રહ્યું છે. દૂર દૂરથી લોકો પદ યાત્રા કરીને માના ધામે પહોંચી રહ્યા છે. અંબાજી જતા રસ્તામાં માનવ સાંકળ જોવા મળી હતી. માનવ ભક્તો રસ્તામાં લગાવેલ કેમ્પોમાં ભોજન પ્રસાદ આરામ કરતા હોઈ છે જેમાં રાધનપુર થી 80 વર્ષના વૃદ્ધ મહિલા ચાલીને મા અંબાના ધામે પહોંચ્યા છે.અંબાજી ખાતે લાખોની સઁખ્યામાં લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. રસ્તે ચાલતા માઇભક્તો દાતા અંબાજી વચ્ચે માનવ સાંકળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં એક 80 વર્ષના વૃદ્ધ મહિલા રાધનપુર થી એકલા અંબાજી નીકળ્યા હતા અગિયારસ થી નીકળેલ મહિલા આજે દાતા ખાતે પહોંચ્યા હતા.
જોકે અંગે 80 વર્ષના પદ યાત્રી સમુંબેને જણાવ્યું હતું કે અગિયારસ થી રાધનપુર અંબાજી નીકળી છૂ માતાજીના ધામે સાચી નિતીએ થી આવીએ છીએ માતાજી સાથ સાથ છે મને અંબાજી એ દીકરો આપ્યો હું એકલી આવી છૂ આમ બધા સંગાથે આવતી પણ આ વખતે એકલી નીકળી છૂ ડર બર એકલા હોઈ તો કસું ના હોઈ એની દયા થી માતાજી પાસે માંગુ છું બધાને સુખ શાંતિથી રાખજે…