ભાભરમાં એસ.બી.આઈ બેંકનું એ.ટી.એમ તોડવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ
અગાઉ પણ બે વખત ATM માં ચોરીનો પ્રયાસ કરનાર ઇસમો ઝડપાયા હતા: ભાભર -સુઈગામ હાઇવે ઉપર જૈન દેરાસરની સામે આવેલ SBI બેંકના ATM માં ગત ગુરુવારની રાત્રે કોઇ અજાણ્યો શખ્સ પૈસા ઉપાડવા માટે આવેલ. તે દરમિયાન તેણે ATM ને હાથ વડે જોરદાર મુકકો મારીને ATM ની સ્ક્રીનને નુકસાન પહોંચાડેલ. જેની જાણ શાખા પ્રબંધક રાજેશકુમારને થતાં પોલીસની મદદ લઈ ધટના સ્થળની તપાસ હાથ ધરી હતી.
જેમાં CCTV ચેક કરતાં એક શખ્સ પોતાના હાથના જોરે ATM ને નુક્સાન પહોંચાડીને બહાર નિકળી બાઇક લઇને રવાના થઇ ગયેલ. આ બાબતે પોલીસે CCTV કુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.આ બાબતે બેન્ક પ્રબંધક રાજેશભાઈએ જણાવ્યું હતું કે આ એટીએમ મશીનમાં અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયો હતો અને આજે ફરી ચોરીનો પ્રયાસ કરી એટીએમ મશીનને નુકસાન કર્યું છે અમોએ આ બાબતે ભાભર પોલીસ મથકે ફરીયાદ આપી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.