માલગઢના પ્રગતિશીલ ખેડૂતનું જળ સંચય મુદ્દે દિલ્હી સેમિનારમાં સન્માન

બનાસકાંઠા
બનાસકાંઠા

તાજેતરમાં ભારત સરકારના કૃષિ મંત્રાલય અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા રાજધાની નવી દિલ્હીની હોટલ અશોકા ખાતે જળ સંચય મુદ્દે રાષ્ટ્રીય સેમીનારનું ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના દરેક રાજ્યોમાંથી એક એક પ્રગતિશીલ ખેડૂતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કૃષિ મંત્રાલયના સેક્રેટરી મનોજ આહુજાના અધ્યક્ષ સ્થાને આયોજીત આ સેમિનારમાં ડો. હિમાંશુ પાઠક સેક્રેટરી અનુજ કાનવલ કમિશનર જળ શક્તિ મંત્રાલય કીડવાઈ કૃષિ સચિવ અને જળ સંચય અભિયાન,અટલ ભુજલ યોજના તેમજ જળ મંત્રાલયના દરેક રાજ્યના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત સરકારના જયપ્રકાશ શિવહરે આઈએએસ અને જીજીઆરસીના એમડી ડો. આશુતોષ વડાવલે જીજીઆરસી મેનેજર અને દિલીપભાઈ જાેશી સહિત અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિ કે. ટી. માળી (ખેતાજી માળી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી પ્રગતિશીલ ખેડૂત અને ભાજપ અગ્રણી તેમજ આજના સમયની માંગ મુજબ ડ્રિપ ઇરીગેશન (સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ) માં બનાસકાંઠા જિલ્લામાં સચોટ માર્ગદર્શન આપી ખેડૂતોને પ્રોત્સાહિત કરનાર કે. ટી. માળીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સેમિનારમાં બનાસકાંઠા જિલ્લો ડ્રિપ ઈરીગેશન ક્ષેત્રે દેશભરમાં નંબર વન છે.તેમાં પણ ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતોએ ખેતીમાં ૧૦૦ ટકા ડ્રિપ ઇરીગેશન અપનાવ્યું હોવાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી. જેમાં યશભાગી થવા બદલ કે.ટી. માળીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સેમિનારમાં આયોજીત ખેડૂત લક્ષી સંવાદમાં કે.ટી. માળીએ આગામી સમયે સર્જાનારી પાણીની વિકટ સમસ્યાને નિવારવા જળ બચાવો અને અટલ ભુજલ યોજનાની અગત્યતા સમજાવી ખેડૂતોને ટપક તથા ફુવારા યોજનામાં પડતી અગવડતાઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરી ખેડૂતોની આવક સાચા અર્થમાં બમણી કરવા વિશેષ સૂચનો પણ કર્યા હતા.સેમિનારમાં દેશભરમાંથી ઉપસ્થિત અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા દેશમાં જળ સંકટ નિવારવા વ્યાપકપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અનેક નવી યોજનાઓને બહાલી પણ આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.