
મા અંબાના ચાચર ચોકમાં 900 દીવડાઓથી મા જગતજનની અંબાની મહાઆરતી કરાઈ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં કાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શનાર્થે આવવાના છે. જેને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસે પોતાની તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. ત્યારે આજે સાંજે મા જગતજનની અંબાના મંદિરમાં સ્વૈચ્છિક રીતે માતાજીના ચાચર ચોકમાં 900 દિવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી. લોકોએ હાથોમાં દીવડાઓ લઈને માતાજીની આરતી ઉતારી હતી.
અંબાજી મંદિરમાં સાંજે મહાઆરતીનુ કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાના ચાચર ચોકમાં 900 દીવડાઓથી મા જગતજનની અંબાની મહાઆરતી કરવામાં આવી હતી. ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચોધરી સહિત ભાજપના નેતાઓ અને જિલ્લા કલેકટર સાથે જિલ્લા SP માતાજીની મહાઆરતીમાં જોડાયા હતા. આદિવાસી શાળાના બાળકો, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ સ્વેચ્છિક રીતે મહાઆરતીમાં જોડાયા હતા. મા અંબાના ચાચર ચોકમાં મહાઆરતીથી ભક્તિમય માહૌલ સર્જાયો હતો.