વાવના ઉત્તર દીશાના ગામોમાં લાખોની સંખ્યામાં ફરી તીડોનું આક્રમણ

બનાસકાંઠા
tid
બનાસકાંઠા 110

રખેવાળ ન્યુઝ વાવ : ગત તા.ર૯/૬/ર૦ર૦ ના રોજ વાવ તાલુકાના ઉત્તર દીશાના મીઠાવીચારણ, મીઠાવીરાણા, જારડીયાળી, તખતપુરા ગામે લાખોની સંખ્યામાં તીડોનું ઝુંડ ઉભા પાકનો સફાયો બોલાવી દેતાં ફરીપાછો આ પંથકના ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. દૈયપ સરપંચ પી.ડી.ગઢવીએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે આ ઉત્તર વિભાગના ગામોમાં ત્રીજી વખત લાખોની સંખ્યામાં તીડોનું ઝુંડ ઉતરી આવેલ છે આ વખતે વરસાદ ખેંચાતા આ પંથકના ખેડૂતોએ બાજરી જુવારના પાક કેનાલના પાણીથી પકવ્યો હતો. જેમાં ડીઝલ – બીયારણ – ખાતર મોંઘાભાવના લાવી પાકને પકવ્યો હતો. માંડ પાક ઉગીને બહાર નીકળતો હતો તેવામાં લાખોની સંખ્યામાં તીડોનું ઝુંડ ઉતરી આવતા ૧૦૦ એકરથી વધુ જમીનમાં ઉભા પાકનો સફાયો બોલાવી દીધો છે આ બાબતે ખેતીવાડીના જવાબદાર અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે જાકે છ માસ અગાઉ પણ આ વિસ્તારમાં તીડોએ ભારે નુક્શાન કર્યુ હતું. ખુદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી. અને સર્વે કર્યો હતો. પરંતુ ૭પ % લોકો હજુ પણ તીડ સહાયથી વંચિત રહી ગયા છે તેવામાં ફરી પાછું તીડોએ સતત ત્રીજી વખત આ વિસ્તારમાં આક્રમણ કરતાં આ પંથકનો ખેડૂત વર્ગ પાયમાલ થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકાર આ પંથકને તીડ સહાયનું યુધ્ધના ધોરણે ચુકવણું કરે તે હીતમાં છે. તીડસહાય મુદ્દે આ ઉત્તર પંથકના ખેડૂતોની કોઈ રાડ ફરીયાદ સાંભળતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.