એસબીપુરા થી ગોબરી રોડ માર્ગના 8 ગોડાઉનના તાળાં તૂટ્યા : સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
પાલનપુર હાઈવે વિસ્તારમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરોએ તરખાટ મચાવતા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એસબીપુરા થી ગોબરી રોડ પરના માર્ગ પરના 8 ગોડાઉનના તાળાં તોડી અંદાજે રૂ.દોઢેક લાખની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે.
પાલનપુરના એસબીપુરા થી ગોબરી રોડ જતાં માર્ગ પર આઠ ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગોડાઉનોના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે, ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરા માં કેદ થઇ હતી. જોકે, પ્રાથમિક અનુમાનમાં આશરે દોઢેક લાખની ચોરી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. જેમાં CCTV કેમેરામાં ચડ્ડી બનિયાન ધારી શખ્સો ચોરી કરતા હોવાના ફૂટેજ સામે આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા CCTV ના આધારે તપાસ હાથ ધરી છે.