પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં ડમ્પિંગ સાઈડથી સ્થાનિકો ત્રાહિમામ

બનાસકાંઠા
બનાસકાંઠા 34

પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટનો કચરો મુખ્ય માર્ગ પર આવી જતાં માલણ તરફ જવાના અનેક માર્ગોનો માર્ગ બંધ થવા પામ્યો છે. ડમપિંગ સાઈડને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. ત્યારે સ્થાનિક નગરસેવકોએ તેનો નિકાલ કરવાની માંગ સાથે આજે લેખિત રજુઆત કરી હતી. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરનો કચરો પાલનપુર માલણ દરવાજા બહાર આવેલ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે આજે ડમ્પીંગ સાઈડનો કચરો મોટા ઢગલામાં પરિવર્તિત થયો છે. જ્યારે રોજે રોજ નખાતા કચરાના કારણે ઉપરાઉપરી કચરો નખાતા કચરો હવે ઊડીને મુખ્ય માર્ગો પર તેમજ આસપાસના રહેણાંક મકાનો અને ખેતરો તરફ જઈ રહ્યો છે. આ ડમ્પિંગ સાઈટના કચરાને કારણે પારાવાર ગંદકી તેમજ પ્રદુષણ હવા ફેલાવી રહ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બીમારી તરફ ધકેલાઈ રહ્યા છે. એક તરફ કોરોનાની બિમારીથી લોકો હજુ ઉભર્યા પણ નથી. ત્યાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુ જેવા અન્ય રોગો પણ થઈ રહ્યા છે. જ્યારે આ ડમ્પિંગ વિસ્તાર હોવાના કારણે આસપાસનો વિસ્તાર નર્કાગારમાં ફેરવાઇ ગયો છે. આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકો ફફડી રહ્યા છે જ્યારે આ બાબતની ગંભીરતા લઈને વોર્ડ નં.૪ ના નગરસેવકો મોહમ્મદ અલી મંસૂરી, અબરાર હુસૈન શેખ, તાયરાબાનુ ધોબી, અફસાનાબાનુ સહિત સ્થાનિક આગેવાનોમાં અતિકુર્રહેમાન કુરેશી, હૈદરભાઈ ધોબી વોર્ડ નં.૫ ના નગરસેવક સાહિલ ભાઈ ફેસલભાઈ કુરેશી સહિતના આગેવાનો સાથે ગત રોજ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચેમ્બરમાં જઈ લેખિત રજુઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.