
રખેવાળ દ્વારા કરાયેલા અંબાજી ભાદરવી મહા મેળાના સીધા પ્રસારણમાં લાખોની સંખ્યામાં માઈભક્તો જોડાયા
છેલ્લા પચાસ વર્ષથી બનાસકાંઠા સહિત ઉતર ગુજરાતમાં નામના ધરાવતું રખેવાળ ન્યૂઝ પેપર હાલમાં દિવસે દિવસે ડિઝિટલ પ્લેટફોર્મ પર ખૂબજ સારી કામગીરી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તારીખ ૨૬,૨૭ અને ૨૮ ત્રણ દિવસ રાખેવાળ પ્લસ અર્ેંેહ્વી ચેનલ અને ફેસબુક માધ્યમથી દર્શકો સુધી ડીસા થી છેક અંબાજી સુધી જીવંત પ્રસારણ કરવા આયોજન કરાયું હતું. જેથી દર્શકોને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં જ અંબાજી મહામેળાને નિહાળવાનો અવસર મળે તેવી કામગીરી કરાઈ હતી. લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ અંબાજી મહામેળાને નિહાળી રખેવાળ સાથે તેમનો નાતો અંકબંધ રાખ્યો છે અને તેનું ઉદાહરણ છે રખેવાળ યુંટ્યૂબ ચેનલ પર મળેલા લખો વ્યુવર્સ. રખેવાળ આવનારા દિવસોમાં પણ પોતાના દર્શકો માટે આ દિશામાં કામગીરી કરતું રહેશે અને દર્શકો સુધી તેનો વર્ષોનો નાતો યથાવત રાખવા પ્રયત્નસીલ રહેશે.
દસ લોકોની ટીમ સતત કામે લાગી હતી
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ત્રણ દિવસ અને રાત દસ લોકોની ટીમ કાર્યરત રહી ત્યારે સીધું પ્રસારણ રખેવાળના દર્શકો સુધી પહોંચાડવામાં સફળતાં મળી છે. આ તબક્કે રખેવાળ સાથે જોડાયેલા સર્વે દર્શકોનો રખેવાળ આભાર માને છે.
પહેલા બે દિવસમા ૧ લાખથી વધુ લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું
ડીસા રખેવાળ ઓફીસથી દાંતા સુધી કરવામાં આવેલું પ્રસારણ બે દિવસ દરમિયાન એક લાખથી વધુ લોકોએ રખેવાળ યુટ્યુબ ચેનલ અને ફેસબુકના માધ્યમથી નિહાળ્યું અને મેળાનો લાભ લીધો.
અંબાજીથી થયેલ પ્રસારણ ગણતરીના સમયમાં મોટી સંખ્યામાં લોકોએ નિહાળી માના દર્શન કર્યા
અંબાજી પરિસરમાંથી કરવામાં આવેલ પ્રસારણમાં રખેવાળ સાથે અનેક લોકો જોડાયા અને અત્યાર સુધીમાં એ પણ એક લાખથી વધુ લોકોએ નિહાળ્યું જે રખેવાળ માટે ખૂબજ ગૌરવની વાત છે.