પાલનપુરના પ્રકાશ નગર ત્રણ રસ્તા પાસે બંધ દુકાનમાંથી દારૂ ઝડપાયો
એલસીબી પોલીસે રૂ.1.48 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો: પાલનપુરના પ્રકાશ નગર ત્રણ રસ્તા પાસે વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં બંધ દુકાનમાંથી રૂ.1.48 લાખનો વિદેશી દારૂ ઝડપી લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એલ.સી.બી સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત મળેલ કે “પાલનપુર માન સરોવર બ્રીજના નીચે ખોડીયારનગર, માનસરોવર ફાટક પાસે રહેતો રણછોડ ઉર્ફે છલીયો કેશાભાઈ સલાટ જે પ્રકાશનગર ત્રણ રસ્તાથી ખ્રિસ્તીઓના સ્મશાન તરફ જતાં રોડ ઉપર આવેલ ધનરાજ ગજરાજભાઇ ગોસાઇના રહેણાંક મકાનની બહાર આવેલ એક દુકાન ભાડેથી રાખી તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનું વેચાણ કરે છે.
જે હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતાં દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની બોટલ નંગ-૬૭૨ પેટી નંગ-૨૨ કિ.રૂ.૧,૪૮,૨૨૦/- નો મુદૃામાલ કબ્જે કરી રણછોડ ઉર્ફે છલીયો કેશાભાઈ સલાટ રહે. પાલનપુર માન સરોવર બ્રીજના નીચે ખોડીયારનગર માનસરોવર ફાટક પાસે તા.પાલનપુરવાળા વિરૂધ્ધમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેસન ખાતે ધી પ્રોહી એકટ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.