અમીરગઢ બોર્ડર પર ચેકીંગ દરમિયાન ટ્રકમાં દારૂની હેરાફેરી : ટ્રક ચાલકની અટકાયત
બનાસકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ ટ્રકમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં રાજસ્થાન તરફથી આવતી ટ્રકને ગુજરાત પોલીસે રોકાવી ટુલ બોક્સમાં ચેક કરતા બંને ટૂલબોક્ષ દારૂની બોટલો થી ભરેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
અમીરગઢ પોલીસે ફરી એકવાર ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીગની કામગીરીમાં હતા. જે દરમ્યાન રાજસ્થાન તરફથી ટ્રક નં.HR-45-D-4588 આવતા પોલીસે તેને રોકાવી ચાલકને સાથે રાખી ટ્રકમાં જીણવટભરી રીતે જોતા ટ્રકની ટ્રોલીની નીચે બે ટુલબોક્ષ ખોલી ચેક કરતા પોલીસ ને ગેરકાયદેસર અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલ 376 મળી આવી હતી જેની કિંમત 2 લાખ 36 હજાર 929 તેમજ કુલ 18 લાખ 48 હજાર 706 મુદ્દામાલ સાથે ગાડી ચાલક (1) સિકંદર સાયરભાઇ જાતે.કાઠાત(મુસ્લીમ) રહે.લસાડીયા તા.જી.બ્યાવર અમીરગઢ પોલીસે ઝડપી પાડી ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી હેરાફેરી કરનાર વિરૂદ્ધ ધીપ્રોહી એક્ટક મુજબ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોઘી કાયદેસરની હાથ ધરી છે.