છ વર્ષ અગાઉ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા: ઇકબાલગઢના ડેપ્યુટી સરપંચ ના હત્યારાને આજીવન કેદ
છ વર્ષ અગાઉ ડે. સરપંચને ધારીયું મારી મોતને ઘાટ ઉતાર્યા હતા: વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ પર છ વર્ષ અગાઉ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જે કેસમાં એડિશનલ સેસન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ રામજી ભાઈ પરમાર પર ગત તા.27 નવેમ્બર 2018 ના રોજ હુમલો થયો હતો. પંચાયતની સરપંચની ચૂંટણીની અદાવત અને પોતાના કામ થતા ન હોવાના આક્ષેપો સાથે આરોપી કાનજી ભાઈ ઉર્ફે લાલો સેધાભાઈ રાવળે ડેપ્યુટી સરપંચ પર ધારીયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગે વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ પી.એ. પટેલે આરોપીને આજીવન કેદની સજા કરી હતી.
આ હત્યા કેસમાં સરકારી વકીલ દીપકભાઈ પુરોહિતે રજૂ કરેલા 36 જેટલા દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 21 હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપીને સબજેલમાં મોકલવામાં આવ્યો હોવાનું સરકારી વકીલ દીપકભાઈ પુરોહિતે જણાવ્યું હતું.