
સ્વચ્છતાના લીરેલીરા- દાંતીવાડાના ડેરી ગામમા કચરાના ઢગલા જાેવા મળ્યા !!
વડાપ્રધાન દ્વારા છેલ્લા કેટલાય સમયથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો જાહેર કાર્યકમમાં પણ તેઓ અનેકવાર નાનો સરખો કચરો જાે નજરે ચઢે તો ઉપાડીને પોતાના હાથમાં કે ખિસ્સામાં નાખતા જાેવા મળે છે. ત્યારે તેમના જ સ્વચ્છતા અભિયાનના ગુજરાત રાજ્યમાં લીરેલીરા ઉડતા જાેવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની જાે વાત કરવામાં આવે તો આ તાલુકાનાં ડેરી ગામ ખાતે જાહેર જગ્યા જાણે કચરાનો ઢગલો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં નજર પડે ત્યાં ઠેરઠેર કચરાના ઢગલા જાેવા મળી રહ્યા છે. ચારેબાજુ સ્વચ્છતાના લીરેલીરા ઉડતા નજરે પડી રહ્યા છે.
આ સિવાય ગામમાં બનાવવામાં આવેલ જાહેર શૌચાલય પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. જ્યારે પિકઅપ બસ સ્ટેન્ડમા નાગરિકો પરિવહન માટે બસ પકડવા માટે આવતા હોય છે ત્યારે આવા સ્થાનો પર પણ બાવળનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે ત્યારે આ કેવા પ્રકારનું સ્વચ્છતા અભિયાન ? તેવા ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે, આ સિવાય પ્રાથમિક શાળા કે જ્યાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે આવતા હોય છે ત્યાં આગળ પણ કચરાના મોટા ઢગલા નજરે પડી રહ્યા છે તેને લઈ શાળામા જતાં વિદ્યાર્થીઓનુ આરોગ્ય જાેખમાય તેવી પૂરેપુરી સંભાવનાઓ જાેવા મળી રહી છે. આમ એકબાજુ સરકાર સ્વચ્છતા અભિયાનના દાવા કરી રહી છે. જ્યારે બીજીતરફ અહીં ગામના જાહેર સ્થળો પર જ સ્વચ્છતાનો અભાવ જાેવા મળી રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયત સરકારની સ્વચ્છતાના લીરેલીરા ઉડાડી રહી છે. ગામના ગોદરા ગ્રાઉન્ડમાં તો ગંદકી છે પણ પિકઅપ બસ સ્ટેન્ડમાં પણ ગંદકી નજરે ચઢે છે અને બાવળ ઉગેલા જાેવા મળે છે તો મુસાફરો માટે લાખોના ખર્ચે બનાવેલ પિકઅપ બસ સ્ટેન્ડમા બેસવું કેમ? તે પણ એક યક્ષ પ્રશ્ન બનવા પામ્યો છે.